Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 129 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુએ સંભાળેલી ઇઝરાયલ પ્રજા
ચઢવાનું ગીત.

1 તેઓએ મારા નાનપણથી મને બહુ દુ:ખ દીધું છે, એમ ઇઝરાયલ હમણાં કહો.

2 મારા નાનપણથી તેઓએ મને બહુ જ દુ:ખ દીધું છે; તોપણ તેઓ મારા પર ફાવ્યા નથી!

3 મારા બરડા ઉપર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું; અને લાંબા લાંબા ચાસ કાઢ્યા.

4 યહોવા ન્યાયી છે; તેમણે દુષ્ટોએ બાંધેલાં બંધનો કાપ્યાં છે.

5 જેઓ સિયોન પર દ્વેષ રાખે છે તેઓ સર્વ શરમાઈ જાઓ તથા પાછા હઠો.

6 તેઓ ધાબા પરના ઘાસ જેવા થાઓ કે, જે મોટું થયા પહેલાં કરમાઈ જાય છે;

7 એથી કાપનાર પોતાનો હાથ, અને પૂળાં બાંધનાર પોતાની બાથ ભરી શક્તો નથી.

8 વળી તેઓની પાસે થઈને જનારા એવું કહેતા નથી, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો; યહોવાને નામે અમે તમને આશિષ આપીએ છીએ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan