Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 128 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરને આધીન આશીર્વાદિત ઘર
ચઢવાનું ગીત.

1 જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.

2 તું તારે હાથે મહેનત કરીને ખાશે; તું સુખી થશે, અને તારું કલ્યાણ થશે.

3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારાં છોકરાં તારી મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપા જેવાં થશે.

4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.

5 સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે; તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું કલ્યાણ જોશે.

6 તું પોતાનાં છોકરાંનાં છોકરાં જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan