ગીતશાસ્ત્ર 127 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈશ્વરના આશીર્વાદ વિના માનવ-મહેનત મિથ્યા ચઢવાનું ગીત; સુલેમાનનું. 1 જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. 2 તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે; કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા [હોય તોપણ] તેમને આપે છે. 3 બાળકો તો યહોવાનું આપેલું ધન છે; પેટનાં સંતાન તેમના તરફનું પ્રતિદાન છે. 4 યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે. 5 તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે! તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે ત્યારે તેઓ ફજેત થશે નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India