Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 125 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુના શરણમાં સલામતી
ચઢવાનું ગીત.

1 યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.

2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે પોતાના લોકોની આસપાસ યહોવા છે.

3 કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.

4 હે યહોવા, જેઓ સારાં છે, અને જેઓનાં હ્રદય યથાર્થ છે તેઓનું તમે કલ્યાણ કરો.

5 જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan