ગીતશાસ્ત્ર 124 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)શત્રુઓથી છુટકારો મળતાં સ્તુતિગાન ચઢવાનું ગીત; દાઉદનું. 1 હવે, ઇઝરાયલ એમ કહો કે, જો યહોવા અમારા પક્ષમાં ન હોત, 2 જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત, 3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત. 4 ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચઢત; 5 ત્યારે ગર્વિષ્ઠ મોજાં અમારા જીવ ઉપર ફરી વળત. 6 યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ. 7 જેમ પારધીની જાળમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તો તૂટી ગઈ છે, અને અમે બચી ગયા છે; 8 અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India