ગીતશાસ્ત્ર 123 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)કૃપા-દષ્ટિ યાચના ચઢવાનું ગીત. 1 હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું. 2 જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ [તાકેલી રહે છે]. તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે. 3 અમારા પર દયા કરો, હે યહોવા, અમારા પર દયા કરો; કેમ કે અમે તુચ્છકાર વેઠી વેઠીને તદ્દન કાયર થયાં છીએ. 4 બેદરકાર માણસોના તુચ્છકારથી તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India