Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 121 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુજીનાં રખવાળાં
ચઢવાનું ગીત.

1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?

2 જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.

3 તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક ઊંઘી જનાર નથી.

4 જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.

5 યહોવા તારા રક્ષક છે; યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે.

6 દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહિ.

7 સર્વ દુ:ખથી યહોવા તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.

8 હમણાંથી તે સર્વકાળ માટે તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan