Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 120 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સંકટમાં સહાય
ચઢવાનું ગીત.

1 મારા દુ:ખમાં મેં યહોવાને પોકાર કર્યો, અને તેમણે મારું સાંભળ્યું.

2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા કપટી જીભથી મારા આત્માને બચાવો.

3 રે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ થશે?

4 પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].

5 મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!

6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.

7 હું શાંતિ ચાહું છું; પણ જ્યારે હું બોલું છું ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan