ગીતશાસ્ત્ર 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મદદ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. 1 હે યહોવા, બચાવ કરો; કેમ કે ધાર્મિક માણસો ખૂટે છે; જનસમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે. 2 દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે. 3 યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે. 4 તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું, અમારા હોઠ અમારા પોતાના છે, અમારો ધણી કોણ છે?” 5 યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.” 6 યહોવાના શબ્દો શુદ્ધ છે. જમીન પરની ભઠ્ઠીમાં પરખેલું રૂપું, જે સાત વાર નિર્મળ કરેલું હોય તેના જેવા [તેઓ નિર્મળ છે]. 7 હે યહોવા, તમે તેઓને સંભાળશો, આ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો. 8 જ્યારે મનુષ્યમાં લુચ્ચાઓને માન મળે છે, ત્યારે દુષ્ટો ચારે તરફ મોજ મારે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India