Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 111 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુના ગુણગાન

1 યહોવાની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં હું ખરા હ્રદયથી યહોવાની આભારસ્તુતિ કરીશ.

2 યહોવાનાં કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે.

3 તેમનું કામ તેજસ્વી તથા શોભાયમાન છે; અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.

4 તેમણે પોતાનાં ચમત્કારી કામોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવા કૃપાળુ તથા દયાથી ભરપૂર છે.

5 જેઓ તેમના ભક્તો છે તેમને તેમણે ખોરાક આપ્યો છે. તે પોતાના કરારનું સદાકાળ સ્મરણ રાખશે.

6 વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં કામોનું પરાક્રમ દેખાડ્યું છે.

7 તેમના હાથનાં કામ સત્યતા અને ન્યાય છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.

8 તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા પ્રામાણિકપણે કરવામાં આવેલી છે.

9 તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.

10 યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan