Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરમાં ભરોસો
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું [ગીત]

1 યહોવા પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો, “પક્ષીની જેમ તું તારા પર્વત પર ઊડી જા?”

2 કેમ કે, જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે, તેઓ અંધારામાં શુદ્ધ હ્રદયવાળાઓને મારે.

3 [રાજ્યના] પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?

4 યહોવા પોતાના પવિત્રસ્થાનમાં છે, યહોવાનું રાજ્યાસન આકાશમાં છે; તેમની આંખો મનુષ્યોને જુએ છે તથા તેમનાં પોપચાં પારખે છે.

5 યહોવા ન્યાયીઓને પારખે છે; ‍ પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.

6 તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.

7 કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan