Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 101 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રાજાની પ્રતિજ્ઞા
દાઉદનું ગીત

1 કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવા, હું તમારી જ સ્તુતિ કરીશ.

2 હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.

3 હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.

4 આડું હ્રદય મારાથી વેગળું થશે; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.

5 જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.

6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.

7 કપટ કરનાર મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર મારી દષ્ટિ આગળ ટકશે નહિ.

8 સર્વ ભૂંડું કરનારાઓને યહોવાના નગરમાંથી કાપી નાખવાને હું દેશમાંના સર્વ દુષ્ટોનો દરરોજ નાશ કરીશ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan