ગીતશાસ્ત્ર 100 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સ્તુતિગાન આભારસ્તુતિનું ગીત 1 રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો 2 આનંદથી યહોવાની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો. 3 યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ. 4 આભાર માનતાં માનતાં તેમનાં દ્વારોમાં, અને સ્તવન કરતાં તેમનાં આંગણામાં આવો; તેમનો આભાર માનીને તેમના નામને ધન્યવાદ આપો. 5 કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી [ટકી રહે છે]. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India