ગીતશાસ્ત્ર 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ભાગ ૧ લો ( ગી.શા. ૧—૪૧ ) સાચું સુખ 1 જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે! 2 પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે 3 વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. 4 દુષ્ટો એવા નથી; પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે 5 ન્યાયાસન આગળ દુષ્ટો [ટકશે નહિ] , અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. 6 કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India