Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મિસરથી મોઆબની મુસાફરીની યાદી

1 ઇઝરાયલ પ્રજા પોતાનાં સૈન્યો સહિત મૂસા તથા હારુનની હસ્તક મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી તેઓની મુસાફરીઓ આ છે.

2 અને મૂસાએ યહોવાની આજ્ઞાથી તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચની નોંધ રાખી; અને તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચ આ છે:

3 અને તેઓ પહેલે માસે, પહેલા માસને પંદરમે દિવસે રામસેસથી નીકળ્યા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો સર્વ મિસરીઓના જોતાં નીડરપણે નીકળ્યા.

4 જે સર્વ પ્રથમજનિતોને યહોવાએ માર્યા હતા તેઓને મિસરીઓ દાટતા હતા તે સમયે તેઓ નીકળ્યા. તેઓના દેવો પર પણ યહોવાએ ન્યાયકૃત્યો કર્યાં.

5 અને રામસેસથી નીકળીને ઇઝરાયલીઓએ સુક્કોથમાં છાવણી કરી.

6 અને તેઓએ સુક્કોથથી નીકળીને એથામ જે અરણ્યની બાજુએ છે ત્યાં છાવણી કરી.

7 અને તેઓ એથામથી નીકળ્યા, ને પાછા ફરીને પી-હાહીરોથ આવ્યા કે, જે બાલ-સફોનની સામે છે. અને તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.

8 અને તેઓ હાહીરોથ આગળથી ચાલ્યા, ને સમુદ્રની મધ્યે થઈને અરણ્યમાં ગયા; અને એથામના અરણ્યમાં ત્રણ દિવસની મુસાફરી કરીને તેઓએ મારાહમાં છાવણી કરી.

9 અને તેઓ મારાહથી નીકળીને એલીમ આવ્યા; અને એલીમમાં પાણીના બાર ઝરા ને સિત્તેર ખજૂરીઓ હતાં; અને ત્યાં તેઓએ છાવણી કરી.

10 અને એલીમથી નીકળીને તેઓએ સૂફ સમુદ્રને કિનારે છાવણી કરી.

11 અને સૂફ સમુદ્રથી નીકળીને તેઓએ સીનના અરણ્યમાં છાવણી કરી.

12 અને સીનના અરણ્યથી નીકળીને તેઓએ દોફકામાં છાવણી કરી.

13 અને દોફકાથી નીકળીને તેઓએ આલુશમાં છાવણી કરી.

14 અને આલુશથી નીકળીને તેઓએ રફીદીમમાં છાવણી કરી કે, જ્યાં લોકોને પીવાને માટે પાણી નહોતું.

15 અને રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના અરણ્યમાં છાવણી કરી.

16 અને સિનાઈના અરણ્યથી નીકળીને તેઓએ કિબ્રોથ-હાત્તાવામાં છાવણી કરી.

17 અને કિબ્રોથ-હાત્તાવાથી નીકળીને તેઓએ હસેરોથમાં છાવણી કરી.

18 અને હસેરોથી નીકળીને તેઓએ રિથમામાં છાવણી કરી.

19 અને રિથમાથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નામાં છાવણી કરી.

20 અને રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નામાં છાવણી કરી.

21 અને લિબ્નાથી નીકળીને તેઓએ રિસ્સામાં છાવણી કરી.

22 અને રિસ્સાથી નીકળીને તેઓએ કહેલાથામાં છાવણી કરી.

23 અને કહેલાથાથી નીકળીને તેઓએ શેફેર પર્વતની તળેટિ આગળ છાવણી કરી.

24 અને શેફેર પર્વતથી નીકળીને તેઓએ હારાદામાં છાવણી કરી.

25 અને હારાદાથી નીકળીને તેઓએ માકહેલોથમાં છાવણી કરી.

26 અને માકહેલોથથી નીકળીને તેઓએ તાહાથમાં છાવણી કરી.

27 અને તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.

28 અને તેરાહથી નીકળીને તેઓએ મિથકામાં છાવણી કરી.

29 અને મિથકાથી નીકળીને તેઓએ હાશ્મોનામાં છાવણી કરી.

30 અને હાશ્મોનાથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.

31 અને મોસેરોથથી નીકળીને તેઓએ બની-યાકાનમાં છાવણી કરી.

32 અને બની-યાકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી.

33 અને હોર-હાગિદગાદમાં છાવણી કરી.

34 અને યોટબાથાથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.

35 અને આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.

36 અને એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ સીનના અરણ્યમાં છાવણી કરી (એ જ કાદેશ છે).

37 અને કાદેશથી નીકળીને તેઓએ અદોમ દેશની સરહદમાં હોર પર્વતની તળેટી આગળ છાવણી કરી.

38 અને યહોવાની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત પર ચઢ્યો, ને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી ચાળીસમાં વર્ષના પાંચમા માસને પહેલે દિવસે તે ત્યાં મરણ પામ્યો.

39 અને હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એક સો ને ત્રેવીસ વર્ષનો હતો.

40 કનાન દેશના નેગેબમાં રહેનાર અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.

41 અને હોર પર્વતથી નીકળીને તેઓએ સાલ્મોનામાં છાવણી કરી.

42 અને સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.

43 અને પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.

44 અને ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદમાં ઇયેઅબારીમમાં છાવણી કરી.

45 અને ઇયીમથી નીકળીને તેઓએ દિબોન-ગાદમાં છાવણી કરી.

46 અને દિબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન-દિબ્લાઈમમાં છાવણી કરી.

47 અને આલ્મોન-દિબ્લાથાઈમથી નીકળીને તેઓએ અબારીમ પર્વતોમાં નબોની સામે છાવણી કરી.

48 અને અબારીમ પર્વતોથી નીકળીને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ છાવણી કરી.

49 અને તેઓએ યર્દનને કાંઠે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.


યર્દન ઓળંગતા પહેલાં પ્રદેશની વહેંચણી

50 અને મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો પાસે યહોવાએ મૂસાને કહ્યું,

51 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જ્યારે તમે યર્દન નદી ઊતરીને કનાન દેશમાં જાઓ,

52 ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો, ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી [ધાતુની] મૂર્તિઓનો નાશ કરો, ને તેઓનાં સર્વ દેવસ્થાનોને તોડી પાડો.

53 અને દેશને કબજે કરીને તેમાં વસો; કેમ કે વતનને માટે મેં તે દેશ તમને આપ્યો છે.

54 અને તમે ચિઠ્ઠીઓ નાખીને તમારાં કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે [કુળમાં] વિશેસ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ વારસો આપવો, ને જેમાં થોડાં માણસો તેને તારે થોડો વારસો આપવો. ચિઠ્ઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે, ત્યાં જ તેને મળે. તમારા પિતૃઓનાં કુળો પ્રમાણે તમને વારસો મળે.

55 પણ જો તમે પોતાની સામેથી દેશના રહેવાસીઓને હાંકી કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખોમાં કણીઓરૂપ ને તમારી કૂખોમાં કાંટારૂપ થઈ પડશે, ને જે દેશમાં તમે વસશો ત્યાં તેઓ તમને હેરાન કરશે.

56 અને એમ થશે કે તેઓ પર જે વિતાડવાનું હું ધારતો હતો, તે હું તમારા પર વિતાડીશ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan