Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


વચન કે માનતા વિષે નિયમો

1 અને મૂસાએ ઇઝરાયલી લોકોનાં કુળોના આગેવનોને કહ્યું, “જે આજ્ઞા યહોવાએ આપી છે તે આ છે:

2 જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને, અથવા બંધનથી પોતાના જીવને બાંધવાને પ્રતિજ્ઞા લે, તો તે પોતાનું વડન તોડે નહિ. જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે.

3 અને જો કોઈ સ્‍ત્રી યહોવા પ્રત્યે માનતા માને, ને પોતાના પિતાના ઘરમાં રહીને, પોતાની જુવાનીમાં બંધનથી પોતાને બાંધે;

4 અને તેની માનતા ને જે બંધનથી તેણે પોતાને બાંધી હોય તે તેના પિતાએ સાંભળ્યાં હોય, તેમ છતાં તેના પિતાએ તેને કંઈ કહ્યું ન હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે, તથા જે પ્રત્યેક બંધનથી તેણે પોતના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે, તથા જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે.

5 પણ તેના પિતા સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો તેની માનતાઓ, અથવા જે બંધનોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તેઓમાંનું એકે કાયમ રહેશે નહિ; અને યહોવા તેને ક્ષમા કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી છે.

6 અને જો તેની માનતા, અથવા જે અવિચારી શબ્દો તેણે પોતાના હોઠોથી બોલીને તેઓ વડે પોતાના જીવને બાંધ્યો હોય, [તે બંધન] તેને શિર હોય તેવા તે પરણી જાય,

7 અને જો તેનો પતિ તે વિષે સાંભળે ને સાંભળે તે દિવસે તે તે વિષે છાનો રહે, તો તેની માનતા કાયમ રહે, ને જે બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે.

8 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો જે માનતા તેને શિર હોય, ને પોતાના હોઠોના જે અવિચારી શબ્દોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય, તે તે રદ કરે; અને યહોવા તેને ક્ષમા કરશે.

9 પણ વિધવાની કે ફારગતી પામેલાની માનતા, બલકે જે કોઈ ફરજીથ તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે બંધું તેને શિર કાયમ રહે.

10 અને જો તેણે પોતાના પતિના ઘરમાં આવ્યા પછી માનતા માની હોય કે, પ્રતિજ્ઞાથી પોતાના જીવને બાંધ્યો હોય,

11 ને તેનો પતિ તે સાંભળીને છાનો રહ્યો હોય, ને તેને મના કરી ના હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે, અને જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે પણ કાયમ રહે.

12 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેણે તે રદ કરી હોય, તો તેની માનતા વિષે કે તેના પ્રાણના બંધન વિષે જે કંઈ તેના હોઠોમાંથી નીકળ્યું હોય તે કાયમ રહે નહિ. તેના પતિએ તે રદ કર્યાં છે; અને યહોવા તેને ક્ષમા કરશે.

13 સર્વ માનતાઓને તથા આત્મકષ્ટ કરવા વિષેની પ્રત્યેક બંધનકારક પ્રતિજ્ઞા ને તેનો પતિ કાયમ કરી શકે કે રદ કરી શકે.

14 પણ જો તેનો પતિ તે વિષે દિનપ્રતિદિન તેને કંઈ જ ન કહે, તો તેની સર્વ માનતાઓ, અથવા તેનાં સર્વ બંધનો જે તેને શિર છે તેઓને તે કાયમ કરે છે [એમ સમજવું]. તેણે તે કાયમ કર્યાં છે, કેમ કે તેણે સાંભળ્યું તે દિવસે તેણે તે વિષે તેને કંઈ કહ્યું નહિ.

15 પણ તે સાંભળ્યા પછી જો તે તેઓને રદ કરે, તો તેનો અન્યાય તેને શિર.

16 પુરુષ તથા તેની સ્‍ત્રીની વચ્ચે, પિતા તથા નાનપણમાં તેને ઘેર રહેતી તેની દીકરીની વચ્ચે જે વિધિઓ યહોવાએ મૂસાને ફરમાવ્યા તે એ છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan