Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બીજી વસતીગણતરી

1 અને મરકી બંધ થયા પછી એમ થયું કે, યહોવાએ મૂસાને તથા હારુન યાજકના દિકરા એલાઝારને કહ્યું,

2 “ઇઝરાયલી લોકોમાં વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના, એટલે ઇઝરાયલમાંના જેટલા યુદ્ધમાં જવા શક્તિમાન હોય તેઓની કુલ સંખ્યા તેઓના પિતાનાં ઘર પ્રમાણે કાઢો.”

3 અને મૂસાએ તથા એલાઝાર યાજકે મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે તેઓને એમ કહ્યું,

4 “વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરનાની [ગણતરી કરો] , જેમ યહોવાએ મૂસાને તથા જે ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યા હતા તેઓને આજ્ઞા આપી હતી તેમ.”

5 ઇઝરાયલનો જ્યેષ્ઠ પુત્ર રુબેન:રુબેનના દિકરા : હનોખ [થી] હનોખીઓનું કુટુંબ. પાલ્લુથી પાલ્લુઈઓનું કુટુંબ.

6 હેસ્ત્રોનથી હેસ્ત્રોનીઓનું કુટુંબ. કાર્મીથી કાર્મીઓનુમ કુટુંબ.

7 રુબેનીઓનાં કુટુંબો એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ તેંતાળીસ હજાર સાતસો ને ત્રીસ હતા.

8 અને પાલ્લુના દિકરા : એલિયાબ.

9 અને એલિયાબના દિકરા : નમુએલ તથા દાથાન તથા અબિરામ. જે દાથાન તથા અબિરામ પ્રજાથી પસંદ કરાયેલા હતા, તથા જેઓએ કોરાની સભામાં મૂસાની તથા હારુનની સામે ટક્કર લઈને યહોવાની વિરુદ્ધ ટક્કર લીધી હતી તે જ [એ હતા].

10 અને તે ટોળી મરી ગઈ તે સમયે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને કોરા સહિત ગળી ગઈ. તે સમયે અગ્નિ અઢીસો માણસોને સ્વાહા કરી ગયો, ને તેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.

11 પણ કોરાના દિકરા મર્યા નહિ.

12 શિમયોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ.

13 ઝેરાથી ઝેરાહીઓનું કુટુંબ, શાઉલથી શાઉલીઓનું કટુંબ.

14 શિમયોનીઓનાં કુટુંબ એ છે. તેઓ બાવીસ હજાર ને બસો હતા.

15 ગાદના દિકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે:સફોનથી સફોનીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ. ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.

16 એરીથી એરીઓનું કુટુંબ.

17 અરોહીથી અરોહીઓનું કુટુંબ. આરેલીથી આરેલીઓનું કુટુંબ.

18 ગાદના દિકરાઓનાં કુટુંબ એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચાળીસ હજાર ને પાંચસો હતા.

19 યહૂદાના દિકરા, એર તથા ઓનાન:અને એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા.

20 અને યહુદાના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતા : શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

21 અને પેરેસના દિકરા આ હતા : હેસ્ત્રોનથી હેસ્ત્રોનીઓનું કુટુંબ. હામુલથી હામુલીઓનું કટુંબ.

22 યહુદાના કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ છોંતેર હજાર ને પાંચસો હતા.

23 ઇસ્સાખારના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:તોલા [થી] તોલાઈઓનું કુટુંબ. પૂવાથી પૂવીઓનું કુટુંબ.

24 યાશુબથી યાશુબીઓનું કુટુંબ.

25 ઇસ્સાખારનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજાર ને ત્રણસો હતા.

26 ઝબુલોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ.

27 ઝબુલોનીઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ સાઠ હજાર ને પાંચસો હતા.

28 યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:મનશ્શા તથા એફ્રાઈમ.

29 મનાશ્શાના દિકરા : માખીરથી માખીરીઓનું કુટુંબ. અને માખીરને પેટે ગિલ્યાદ થયો. અને ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.

30 ગિલ્યાદના દિકરા આ છે: ઇએઝેર [થી] ઇએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ.

31 અને આસરિયેલ [થી] શખેમીઓનું કુટુંબ. અને શખેમ [થી] શખેમીઓનું કુટુંબ.

32 અને શમિદા [થી] શમિદાઈઓનું કુટુંબ. અને હેફેર [થી] હેફેરીઓનું કુટુંબ.

33 અને હેફેરના દિકરા સલોફહાદને દિકરા નહોતા, પણ દીકરીઓ હતી. અને સલોફહાદની દીકરીઓનાં નામ માહલા તથા નોઆ, હોગ્લા, મિલ્કા તથા તિર્સા હતાં.

34 મનાશ્શાનાં કુટંબો એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બાવન હજાર ને સાતસો હતા.

35 એફ્રાઈમના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

36 અને શૂથેલાહના દિકરા આ છે: એરાનથી એરાનીઓનું કુટુંબ.

37 એફ્રાઈમના દિકરાઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બત્રીસ હજાર ને પાંચસો હતા. યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.

38 બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.

39 શફુફામથી શફુમીઓનું કુટુંબ. હુફામથી હુફામીઓનું કુટુંબ.

40 અને બેલાના દિકરા આર્દ તથા નામાન હતા. આર્દ [થી] આર્દીઓનું કુટુંબ. નામાનથી નામાનીઓનું કુટુંબ.

41 બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને છસો હતા.

42 દાનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. દાનનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.

43 શૂહામીઓનાં સર્વ કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજારને ચારસો હતા.

44 આશેરના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:ઇમ્નાથી ઇમ્નીઓનું કુટુંબ. ઇશ્વીથી ઇશ્વીઓનું કુટુંબ. બરિયાથી બરિયાઈઓનું કુટુંબ.

45 બરિયાના દિકરાઓથી; હેબેરથી હેબરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.

46 અને આશેરની દીકરીનું નામ સેરા હતું.

47 આશેરના દિકરાઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ત્રેપન હજાર ચારસો હતા.

48 નફતાલીના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:યાહસેલથી યાહસેલીઓનું કુટુંબ. ગૂનીથી ગૂનીઓનું કુટુંબ.

49 યેસેરથી યેસેરથી યેસેરીઓનું કુટુંબ. શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

50 નફતાલીઓનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને ચારસો હતા.

51 ઇઝરાયલી લોકોમાંના જેઓની ગણતરી થઈ તેઓ એ છે, ને તેઓ છ લાખ, એક હજાર, સાતસો ને ત્રીસ હતા.

52 અને યહોવાએ મૂસાને કહ્યું,

53 “તેઓના નામોની સંખ્યાના પ્રમાણમાં તેઓને દેશનો વારસો વહેંચી આપવો.

54 જેઓ ઘણા તેઓને તેમના પ્રમાણમાં વધતો વારસો તું આપ, ને જેઓ થોડા તેઓને તેમના પ્રમાણમાં તું ઓછો વારસો તું આપ. પ્રત્યેકને તેના લોકની ગણતરીના પ્રમાણમાં વારસો આપવામાં આવે.

55 તથાપિ ચિઠ્ઠીઓ નાખીને દેશની વહેંચણી કરવી. તેઓને પોતાના પિતાનાં કુળોનાં નામો પ્રમાણે વારસો મળે.

56 ઘણા તથા થોડાની વચમાં વારસાની વહેંચણી ચિઠ્ઠીઓ નાખીને થાય.”

57 અને લેવીઓમાંના જેઓની પોતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તેઓ આ છે: ગેર્શોનથી ગેર્શોનીઓનુમ કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ.

58 લેવીઓનાં કુટુંબો આ છે. લીબ્નીઓનું કુટુંબ, મુશીઓનું કુટુંબ, કોરાહીઓનુમ કુટુંબ. અને કહાથને પેટે આમ્રામ થયો.

59 અને આમ્રામની સ્‍ત્રીનું નામ યોખેબદ હતું, તે લેવીની દીકરી હતી કે, જે મિસરમાં લેવીને પેટે થઈ હતી. અને તેને આમ્રામના પેટનાં હારુન તથા મૂસા તથા તેઓની બહેન મરિયમ થયાં.

60 અને હારુનને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા.

61 અને નાદાબ તથા અબીહૂ યહોવાની સમક્ષ પારકો અગ્નિ ચઢાવતાં માર્યા ગયા.

62 અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ, એટલે એક માસના તથા તેથી વધારે વયના, સર્વ નટો ત્રેવીસ હજાર હતા; કેમ કે ઇઝરાયલી લોકો મધ્યે તેઓની ગણતરી થઈ નહોતી, કેમ કે ઇઝરાયલી લોકોમાં તેઓને વારસો મળ્યો ન હતો.

63 મૂસાથી તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ એ છે. તેઓએ મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે ઇઝરાયલી લોકોની ગણતરી કરી.

64 પણ મૂસાએ તથા હારુન યાજકે જ્યારે સિનાઈના અરણ્યમાં ઇઝરાયલી લોકોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓમાંનું એકે માણસ તેઓમાં રહ્યું નહોતું;

65 કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan