Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


છાવણીમાં કુળો પ્રમાણે પડાવ

1 અને યહોવાએ મૂસાને તથા હારુન ને કહ્યું,

2 “ઇઝરાયલી લોકોમાંનો પ્રત્યેક પુરુષ પોતાના પિતાના ઘરના નિશાન સાથે પોતાની ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપની સામે ચારે બાજુએ તેઓ છાવણી કરે.


પૂર્વે

3 અને પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાની છાવણીની ધજાવાળાં પોતાનાં સૈન્યો પ્રમાણે છાવણી કરે. અને આમિનાદાબનો દિકરો નાહશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય.

4 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચુંમોતેર હજાર ને છસો હતા.

5 અને તેની પાસે ઇસ્સાખારનું કુળ છાવણી કરે. અને સુઆરનો દિકરો નથાનિયેલ તે ઇસ્સાખારના પુત્રોનો અધિપતિ થાય.

6 અને તેનું સૈન્ય એટલે તેમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોપન હજાર ને ચારસો હતા.

7 પછી ઝબુલોનનું કુળ; અને હેલોનનો દિકરો અલિયાબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય.

8 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ સત્તાવન હજાર ને ચારસો હતા.

9 યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ છયાસી હજાર ને ચારસો હતા. તેઓ પ્રથમ ચાલી નીકળે.


દક્ષિણે

10 રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દિકરો અલીસૂર તે રુબેનના પુત્રોનો અધિપતિ થાય.

11 અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ છેંતાળીસ હજારને પાંચસો હતા.

12 અને તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે. અને સુરિશાદાઈનો દિકરો શલુમિયેલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય.

13 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ઓગણસાઠ હજાર ને ત્રણસો હતા.

14 અને ગાદનું કુળ; અને દુએલનો દિકરો એલિયાસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય.

15 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર છસો ને પચાસ હતા.

16 રુબેનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ એકાવન હજાર ચારસો ને પચાસ હતા. અને તેઓ બીજા [અનુક્રમે] ચાલી નીકળે.


વચ્ચે

17 પછી છાવણીઓની વચમાંની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ નીકળે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગાએ પોતાની ધજા પાસે રહીને ચાલી નીકળે.


પશ્ચિમે

18 એફ્રાઈમની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે પશ્ચિમ બાજુએ રહે. અને આમિહુદનો દિકરો એલિશામા તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.

19 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચાળીસ હજાર ને પાંચસો હતા.

20 અને તેની પાસે મનાશ્‍શાનું કુળ રહે. અને પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય.

21 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બત્રીસ હજાર ને બસો હતા.

22 પછી બિન્યામીનનું કુળ. અને ગિદિયોનીનો દિકરો અબિદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય.

23 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પાંત્રીસ હજાર ને ચારસો હતા.

24 એફ્રાઈમની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ આઠ હજાર ને એકસો હતા. અને તેઓ ત્રીજા [અનુક્રમે] ચાલી નીકળે.


ઉત્તરે

25 દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ઉત્તર બાજુએ રહે. અને આમિશાદાઈનો દિકરો અહિયેઝેર તે દાનના પુત્રોનો અધિપતિ થાય.

26 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બાસઠ હજાર ને સાતસો હતા.

27 અને તેની પાસે આશેરના કુળના છાવણી કરે. અને ઓક્રાનનો દિકરો પાગિયેલ તે આશેરના પુત્રોનો અધિપતિ થાય.

28 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ એકતાળીસ હજાર ને પાંચસો હતા.

29 પછી નફતાલીનું કુળ, અને એનાનનો દિકરો અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય.

30 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ત્રેપન હજાર ને ચારસો હતા.

31 દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સત્તાવન હજાર ને છસો હતા. તેઓ પોતાનિ ધજાઓ સહિત સૌથી પાછળ ચાલી નીકળે.

32 ઇઝરાયલી પ્રજા જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર પ્રમાણે થઈ, તેઓ એ છે. છાવણીઓમાં જે સર્વની પોતપોતાનાં સૈન્યો પ્રમાણે ગણતરી થઈ તેઓ છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ હતા.

33 પણ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇઝરાયલીઓમાં લેવીઓની ગણતરી કરવામાં આવી નહોતી.

34 અને જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું. તે જ પ્રમાણે તેઓએ પોતપોતાની ધજાઓની પાસે છાવણી કરી, ને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાનાં કુટુંબ સાથે પોતપોતાના પિતાઓનાં ઘર પ્રમાણે ચાલી નીકળ્યા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan