Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અર્પણો અંગેના નિયમો

1 અને યહોવાએ મૂસાને કહ્યું,

2 “ઇઝરાયલી લોકોને કહે કે, તમારા રહેઠાણનો જે દેશ હું તમને આપું છું તેમાં જયારે તમે આવીને,

3 માનતા પૂરી કરવાને, અથવા ઐચ્છિકાર્પણ તરીકે, અથવા તમારાં ઠરાવેલઅં પર્વોમાં, યહોવાને માટે સુવાસ કરવા માટે ઢોરઢાંકનો કે ઘેટાંબકરાંનો હોમયજ્ઞ, દહનીયાર્પણ અથવા ય ચઢાવો,

4 ત્યારે જે પોતાનું અર્પણ ચઢાવે, તે પા હિન તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાને ચઢાવે.

5 અને પ્રત્યેક હલવાનને માટે દહનીયાર્પણની સાથે કે યજ્ઞની સાથે. પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર.

6 અથવા એક ઘેટાને માટે બે તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ તું તૈયાર કર.

7 અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાને માટે ચઢાવ.

8 અને જ્યારે તું દહનીયાર્પણને માટે, અથવા માનતા ઉતારવાના યજ્ઞને માટે, અથવા યહોવાને માટે શાંત્યર્પણોને અર્થે

9 ત્યારે તે બળદની સાથે અડધા હિન તેલથી મોહેલા ત્રણ દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ ચઢાવે.

10 અને યહોવાને માટે સુવાસિત પેયાર્પણને અર્થે અર્ધું હિન દ્રાક્ષારસ હોમયજ્ઞ તરીકે ચઢાવ.

11 પ્રત્યેક બળદ વિષે, કે પ્રત્યેક ઘેટા વિષે, કે પ્રત્યેક નર હલવાન વિષે, કે પ્રત્યેક બકરીના બચ્ચા વિષે, એ પ્રમાણે કરવું.

12 તમે જેટલા તૈયાર કરો તેઓની સંખ્યા પ્રમાણે, એટલે તેઓની ગણતરી પ્રમાણે પ્રત્યેકના સંબંધમાં તમે એ પ્રમાણે કરો.

13 યહોવા પત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ આ દેશના છે તેઓ એ કાર્યો એ રીતે કરે.

14 અને જો કોઈ પરદેશી તમારી મધ્યે પ્રવાસી હોય, અથવા તમારી પેઢી દરપેઢી તમારામાં કોઈપણ રહેતો હોય, ને જો તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવા ઇચ્છે તો જેમ તમે કરો છો તેમ તે કરે.

15 તમો જે મંડળીના છો તે તમારે માટે તથા પ્રવાસી પરદેશીને માટે એક જ વિધિ તમારી પેઢી દરપેઢી સદાને માટે થાય. યહોવાની આગળ જેમ તમે છો, તેમ પરદેશી પણ હોય.

16 તમારે માટે તથા તમારી સાથે પ્રવાસ કરતા પરદેશીને માટે એક જ નિયમ તથા એક જ વિધિ હોય.”

17 અને યહોવાએ મૂસાને કહ્યું,

18 “ઇઝરાયલી લોકોને એમ કહે, કે જે દેશમાં હું તમને લઈ જાઉં છું તેમાં જ્યારે તમે આવો,

19 ત્યારે એમ થાય કે, જ્યારે તમે દેશની રોટલી ખાઓ, ત્યારે તમારે યહોવાને ઉચ્છાલીયાર્પણ ચઢાવવું.

20 ઉચ્છાલીયાર્પણને માટે તમારા પ્રથમ લોંદાની એક પોળી ચઢાવવી. જેમ ખળીનું ઉચ્છાલીયાર્પણ કરો છો તેમ તમારે તેને ઉછાળવી.

21 તમારા પ્રથમ લોંદાનું પેઢી દરપેઢી યહોવા પ્રત્યે તમારે ઉચ્છાલીયાર્પણ કરવું.

22 “અને જ્યારે તમે ભૂલ કરીને આ બધી આજ્ઞાઓ જે યહોવાએ મૂસાને કહી સંભળાવી છે તે,

23 એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાની હસ્તક તમને ફરમાવી છે તે, યહોવાએ જે દિવસે આ આપી ત્યારથી માંડીને આગળ જતાં પેઢી દરપેઢી નહિ પાળો,

24 ત્યારે, જો અજાણતાં તથા પ્રજાના જાણ્યા વિના તે થયું હોય, તો આખી પ્રજા યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ તરીકે એક વાછરડો તેના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ સાથે વિધિ પ્રમાણે ચઢાવે, ને પાપાર્થાર્પણ તરીકે એક બકરો પણ.

25 અને યાજક ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તેઓને માફ કરવામાં આવશે; કેમ કે તે ભૂલ થઈ હતી, ને તેઓ પોતાનું અર્પણ, એટલે યહોવઅને માટે હોમયજ્ઞ, તથા પોતાની ભૂલને લીધે યહોવાની આગળ પોતાનું પાપાર્થાર્પણ લાવ્યા છે.

26 અને ઇઝરાયલની સમગ્ર પ્રજાને તથા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓને માફ કરવામાં આવશે. કેમ કે બધા લોકોથી તે અજાણે થયું હતું.

27 અને જો કોઈ એક માણસ અજાણતાં પાપ કરે, તો પાપાર્થાર્પણ તરીકે તે પહેલાં વર્ષની એક બકરી ચઢાવે.

28 અને ભૂલ કરનાર માણસ જ્યારે અજાણતાં યહોવાની આગળ પાપ કરે, ત્યારે તેને માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે યાજક પ્રાયશ્ચિત્ત કરે, અને તેને માફ કરવામાં આવશે.

29 “અજાણતાં કંઈ કરનારને માટે, એટલે ઇઝરાયલી લોકો મધ્યે આ દેશનાને માટે તથા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીને માટે તમારે એક જ નિયમ રાખવો.

30 પણ આ દેશમાંનાઓનો કે પરદેશીઓમાંનો જે માણસ મદોન્મત્તપણાથી કંઈ કરે તે યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. અને તે માણસ પોતાના લોકમાંથી અલગ કરાય.

31 તેણે યહોવાનું વચન તુચ્છ કર્યું છે, ને તેમની આજ્ઞા તોડી છે. માટે તે માણસ તદન અલગ કરાય, તેનો અન્યાય તેને માથે.”


સાબ્બાથ ભંગ કરનારો માણસ

32 અને ઇઝરાયલી લોકો અરણ્યમાં હતા, તે દરમિયાન તેઓએ એક માણસને વિશ્રામ વારે લાકડાં વીણતો જોયો.

33 અને જેઓએ તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મૂસા તથા હારુનની પાસે, તથા સમગ્ર પ્રજાની પાસે લાવ્યા.

34 અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, કેમ કે તેને શું કરવું તે જાહેર કરવામાં આવ્યું નહોતું.

35 અને યહોવાએ મૂસાને કહ્યું, “તે માણસ નક્કી માર્યો જાય. સમગ્ર પ્રજા છાવણીની બહાર તેને પથ્થરે મારે.”

36 અને સમગ્ર પ્રજાએ તેને છાવણીની બહાર લાવીને તેને પથ્થરે માર્યો, ને તે મરી ગયો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


વસ્‍ત્રોની કોરોને કિનારી લગાડવા અંગે નિયમો

37 અને યહોવાએ મૂસાને કહ્યું,

38 “ઇઝરાયલી લોકોને એ પ્રમાણે ફરમાવ કે, તેઓ વંશપરંપા પોતાનાં વસ્‍ત્રોની કોરોને કિનારી લગાડે, ને દરેક કોરની કિનારી પર નીલરંગી ફીત લગાડે.

39 અને તે કિનારી તમને એ કામમાં આવે કે, તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે, ને તમે તેઓને પાળો. અને તમારું અંત:કરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે, તેમની પઅછળ ન લાગો;

40 એ માટે કે તમે મારી સર્વ આજ્ઞા પાળવાનું યાદ રાખો, ને તમારા ઈશ્વરની આગળ પવિત્ર થાઓ.

41 યહોવા તમારો ઈશ્વર કે જે તમારો ઈશ્વર થવાને તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે હું છું. હું યહોવા તમારો ઈશ્વર છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan