નહેમ્યા 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે કોટ બંધાઈ રહ્યો, મેં દરવાજા ઊભા કર્યા, ને દ્વારપાળો તથા ગવૈયાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી. 2 મેં યરુશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં ઈશ્વરથી વિશેષ બીનારો હતો. 3 મેં તેમને કહ્યું કે, દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ઉઘાડવા નહિ. અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે. તમારે ભૂંગોળ બેસાડવી, અને યરુશાલેમના રહેવાસીઓમાંથી પહેરેગીરો ઠરાવવા, એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના પહેરામાં પોતાના ઘરની સામે [ચોકી કરવા માટે નીમવો]. બંદિવાસમાંથી પાછા ફરેલાની નામાવલી ( એઝ. ૨:૧-૭૦ ) 4 નગર વિસ્તીર્ણ તથા મોટું હતું, પણ એમાં લોકો થોડા હતા, ને ઘરો હજુ બંધાયાં નહોતાં. 5 મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે, અમીરોને, અમલદારોને તથા લોકોને, વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે, એકત્ર કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. તેમાં એવું લખેલું માલૂમ પડ્યું, 6 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે લોકોને બંદીવાન કરીને લઈ ગયો હતો તેઓમાંથી જે લોકો યહૂદિયાના પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા, 7 એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા,.નાહમાની, મોર્દખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ, તથા બાનાની સાથે આવ્યા તેઓ આ છે: ઇઝરાયલી લોકના પુરુષોની સંખ્યાવાર ટીપ: 8 પારોશના પુત્રો, બે હજાર એક સો બોતેર. 9 શફાટ્યાના પુત્રો, ત્રણસો બોતેર. 10 આરાહના પુત્રો, છસો બાવન, 11 યેશૂઆ તથા યોઆબના પુત્રોમાંના પાહાથ-મોઆબના પુત્રો, બે હજાર આઠસો આઢાર. 12 એલામના પુત્રો, એક હજાર બસો ચોપન. 13 ઝાત્તૂના પુત્રો, આઠસો પિસ્તાળીસ. 14 ઝાક્કાયના પુત્રો, સાતસો આઠ, 15 બિન્નૂઈના પુત્રો, છસો અડતાળીસ, 16 બેબાયના પુત્રો, છસો અઠ્ઠાવીસ, 17 આઝગાદના પુત્રો, બે હજાર ત્રણસો બાવીસ. 18 અદોનિકામના પુત્રો, છસો સડસઠ. 19 બિગ્વાયના પુત્રો, બે હજાર સડસઠ. 20 આદીનના પુત્રો, છસો પંચાવન. 21 હિઝકિયાના આટેરના પુત્રો અઠ્ઠાણું. 22 હાશુમના પુત્રો, ત્રણસો અઠ્ઠાવીસ. 23 બેસાયના પુત્રો, ત્રણસો ચોવીસ. 24 હારીફના પુત્રો, એકસો બાર. 25 ગિબયોનના પુત્રો, પંચાણું. 26 બેથલેહેમના તથા નટોફાના મનુષ્યો, એક સો અઠ્યાસી. 27 અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ. 28 બેઝાથમાવેશના મનુષ્યો, બેતાળીસ. 29 કિર્યાથ-યારીમના, ફકીરાના તથા બેરોથના મનુષ્યો, સાતસો તેંતાળીસ. 30 રામાના તથા ગેબાના મનુષ્યો, છસો એકવીસ. 31 મિખ્માસના મનુષ્યો, એકસો બાવીસ. 32 બેથેલના તથા આયના મનુષ્યો, એક સો ત્રેવીસ. 33 નબોના મનુષ્યો, બાવન. 34 બીજા એલામના પુત્રો, એક હજાર બસો ચોપન. 35 હારીમના પુત્રો, ત્રણસો વીસ 36 યરીખોના પુત્રો, ત્રણસો પિસ્તાળીસ. 37 લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો, સાતસો એકવીસ. 38 સનાઆહના પુત્રો, ત્રણ હજાર નવસો ત્રીસ. 39 યાજકો:યદાયાના પુત્રો, યેશૂઆના કુટુંબના નવસો તોંતેર. 40 ઇમ્મેરના પુત્રો, એક હજાર બાવન. 41 પાશહૂરના પુત્રો એક હજાર બસો સુડતાળીસ. 42 હારીમના પુત્રો, એક હજાર સત્તર, 43 લેવીઓ:યેશૂઆના અને કાહ્મીએલના પુત્રો. હોદૈયાના પુત્રોમાંના, ચુંમ્મોતેર. 44 ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અડતાળીસ. 45 દ્વારપાળો:શાલ્લૂમના પુત્રો, આટેરના પુત્રો, ટાલ્મોનના પુત્રો, આક્કૂબના પુત્રો, હટીટાના પુત્રો અને સોબાયના પુત્રો, એક સો આડત્રીસ. 46 નથીનીમ:સીહાના પુત્રો, હસૂફાના પુત્રો, ટાબ્બાઓથના પુત્રો; 47 કેરોસના પુત્રો, સીઆના પુત્રો, પાદોનના પુત્રો; 48 લબાનાના પુત્રો, હાગાબાનાપુત્રો, સાલ્માયના પુત્રો; 49 હાનાનના પુત્રો, ગિદેલના પુત્રો, ગાહારના પુત્રો; 50 રાયાના પુત્રો, રસીનના પુત્રો, નકોદાના પુત્રો; 51 ગાઝ્ઝામના પુત્રો, ઉઝ્ઝાના પુત્રો, પાસેઆના પુત્રો; 52 બેસાયના પુત્રો, મેઉનીમના પુત્રો, નફૂશશીમના પુત્રો; 53 બાકબૂકના પુત્રો, હાકૂફાના પુત્રો, હાર્હૂરના પુત્રો; 54 બાસ્લીથના પુત્રો, મહિદાના પુત્રો, હાર્શાના પુત્રો; 55 કાર્કોસના પુત્રો, સીસરાના પુત્રો, તેમાના પુત્રો; 56 નસીઆના પુત્રો અને હટીફાના પુત્રો. 57 સુલેમનના સેવકોના પુત્રો:સોટાયના પુત્રો, સોફેરેથના પુત્રો, પરીદાના પુત્રો; 58 યાલાના પુત્રો, દાર્કોનના પુત્રો, ગિદ્દેલના પુત્રો; 59 શફાટ્યાના પુત્રો, હાટ્ટીલના પુત્રો, પોખરેથ-હાસ્સબાઈમના પુત્રો અને આમોનના પુત્રો. 60 સર્વ નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો, ત્રણસો બાણું, 61 તેલમેલા, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઇમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા, તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પિતૃઓનું કુટુંબ તથા પોતપોતાની ઓલાદ બતાવી શક્યા નહિ. 62 દલાયાના પુત્રો, ટોબિયાના પુત્રો અને નકોદાના પુત્રો, છસો બેતાળીસ. 63 યાજકોમાંના : હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો અને બાર્ઝિલ્લાયના પુત્રો (એ ગિલ્યાદી બાર્ઝિલ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું) 64 જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં એઓએ પોતાની વંશાવળી શોધી, પણ તે મળી નહિ. માટે તેઓ યાજકપદમાંથી ભ્રષ્ટ થયા. 65 સરસૂબાએ તેઓને કહ્યું, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.” 66 સર્વ લોકો મળીને, બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા. 67 તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતાં; તેઓમાં ગવૈયા તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતાં. 68 તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા. તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં; 69 ઊંટ ચારસો પાત્રીસ હતાં. અને ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં. 70 પિતૃઓના કુટુંબોમાંના મુખ્યોમાંથી કેટલાકે આ કામને માટે [દ્રવ્ય] આપ્યું. સરસૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં. 71 પિતૃઓનાં કુટુંબોના મુખ્યોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર માનેહ રૂપું આ કામને માટે ભંડારમાં આપ્યાં. 72 બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક સોનું, બે હજાર માનેહ રૂપું તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં. 73 હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ તથા કેટલાક લોકો યરુશાલેમમાં વસ્યા, અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India