Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમનાં કોટની મરામત

1 એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને મેંઢાભાગળ બાંધી, અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનેલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.

2 તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેમની પાસે ઇમ્રીનો પુત્ર ઝાક્કૂર બાંધકામ કરતઓ હતો.

3 હાસ્સેનાના પુત્રોએ મચ્છીભાગળ બાંધી. તેઓએ તેના મોભ ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.

4 તેઓની પાસે હાક્કોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ મરામત કરતો હતો.તેની પાસે મેશેઝાબએલના પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.

5 તેની પાસે તકોઈઓ મરામત કરતા હતા; પણ તેઓના અમીરોએ પોતાના ધણીનાં કામમાં મદદ કરી નહિ.

6 જૂના દરવાજાની મરામત પાસેઆનો પુત્ર યાયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં, અને મિજાગરા જડીને ભૂંગળો બેસાડી.

7 તેઓની પાસે મલાટયા ગિબ્યોની તથા યાદોન મેરોનાથી, ગિબ્યોન તથા મિસ્પાના માણસો કે, જેઓ નદીની પેલી પારના સૂબાને તાબે હતા, તેઓ મરામત કરતા હતા.

8 તેઓની પાસે હાર્હાયાનો પુત્ર ઉઝ્‍ઝિયેલ મરામત કરતો હતો. [તે અને તેઓનો પિતા] સોની [હતા]. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો.તેઓએ પહોળા કોટ સુધી યરુશાલેમનો કોટ બાંધ્યો.

9 તેઓની પાસે હૂરનો પુત્ર રફાયા મરામત કરતો હતો, તે યરુશાલેમના અર્ધા ભાગનો અધિકારી હતો.

10 તેની પાસે હરુમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. અને તેની પાસે હશાબ્નયાનો પુત્ર હાટ્ટુશ મરામત કરતો હતો.

11 હારીમનો પુત્ર માલ્કિયા, તથા પાહાથ-મોઆબનો પુત્ર હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.

12 તેની પાસે હાલ્લોહેશનો પુત્ર શાલ્લુમ, જે યરુશાલેમના અર્ધ ભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ મરામત કરતા હતાં.

13 હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાની મરામત કરતા હતા. તેઓએ તે બાંધીને તેનાં કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી, તથા કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલો કોટ પણ [બાંધ્યો].

14 કચરાના દરવાજા મરામત રેખાબનો પુત્ર માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. એણે તે બાંધીને તેનાં કમાડો‍ ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં તથા ભૂગળો બેસાડી.

15 કારંજાના દરવાજાની મરામત કોલહોઝેનો પુત્ર શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો; તેણે તે બાંધીને તેને ઢાંકી, અને તેના કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી [બાંધ્યો].

16 તેના પછી આઝબૂકનો પુત્ર નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જિલ્લાનો અધીકારી હતો, તે દાઉદની કબરની સામેની જગા સુધી, તથા ખોદેલા તળાવ સુધી તથા શાસ્ત્રાલય સુધી મરામત કરતો હતો.


કોટ ઉપર કામ કરતા લેવીઓ

17 તેના પછી લેવીઓ મરામત કરતા હતા, એટલે બાનીનો પુત્ર રહૂમ. તેની પાસે હશાબ્યા, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો.

18 તેના પછી તેઓના ભાઈઓ, એટલે હેનાદાદનો પુત્ર બવ્વાય, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી હતો, તે મરામત કરતો હતો.

19 અને તેની પાસે યશુઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે [કોટના] ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરતો હતો.

20 તેના પછી ઝાક્કાયનો પુત્ર બારુખ [કોટના] ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના દરવાજા સુધી બીજા એક ભાગની મરામત ખંતથી કરતો હતો.

21 તેના પછી હાક્કોસના પુત્ર ઊરિયાનો પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના બારણાથી તે એલ્યાશીબના ઘરના છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો.


કોટ પર કામ કરતા યાજકો

22 તેના પછી સપાટ પ્રદેશમાં રહેનારા યાજકો મરામત કરતા હતા.

23 તેના પછી બિન્યામીન તથા હાશ્શૂબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી અનાન્યાના પુત્ર માસેયાનો પુત્ર અઝાર્યા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો.

24 તેના પછી હેનાદાદનો પુત્ર બિન્નુઈ અઝાર્યાના ઘરથી તે [કોટના] ખાંચા સુધી, બીજા ભાગની મરામત કરતો હતો.

25 ઉઝાયનો પુત્ર પાલાલ [કોટના] ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ આગળ ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો.તેના પછી પારોશનો પુત્ર પદાયા [મરામત કરતો હતો].

26 (હવે નથીનીમ ઓફેલમાં પૂર્વ તરફ પાણીના દરવાજા સામેની જગા સુધી તથા બહાર પડતા બુરજ સુધી રહેતા હતા.)


બીજા બાંધનારાઓ

27 તેના પછી તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.

28 આશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા.

29 તેમના પછી ઇમ્મેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેના પછી પૂર્વ ભાગળનો રક્ષક શખાન્યાનો પુત્ર શમાયા મરામત કરતો હતો.

30 તેના પછી શેલેમ્યાનો પુત્ર હનાન્યા તથા સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન બીજા એક ભાગની મરામત કરતા હતા. તેના પછી બેરેખ્યાનો પુત્ર મશ્શુલામ પોતાની ઓરડી સામે મરામત કરતો હતો.

31 તેના પછી માલ્કિયા નામે એક સોની, નથીનીમ તથા વેપારીઓના ઘર સુધી હામ્મિફકાદના દરવાજાની સામે તથા ખૂણાના બુરજ સુધી, મરામત કરતો હતો.

32 ખૂણાના બુરજ તથા મેંઢાભાગળની વચ્ચે સોનીઓ તથા વેપારીઓ મરામત કરતા હતા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan