Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


કોણ કોણ યરુશાલેમમાં વસ્યું તેની યાદી

1 લોકોના સરદારો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ પણ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દશમાંથી એક [માણસ] પવિત્ર નગર યરુશાલેમમાં વસવા માટે જાય, અને [બાકીના] નવ બીજા નગરોમાં [રહે].

2 જેઓ યરુશાલેમમાં રહેવા માટે રાજીખુશીથી આગળ પડ્યા, તે સર્વ માણસોને લોકોએ ધન્યવાદ આપ્યો.

3 પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં વસ્યા તેઓ આ છે: પણ ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, નથીનીમ તથા સુલેમાનના સેવકોના પુત્રો યહુદિયાનાં નગરોમાં પોતપોતાનાં વતનોમાં રહ્યા.

4 યરુશાલેમમાં યહૂદાના પુત્રોમાંના તથા બિન્યામીનના પુત્રોમાંના : પેરેશના પુત્રોમાંના માહલાલેલના પુત્ર શફાટ્યાના પુત્ર અમાર્યાના પુત્ર ઝખાર્યાના પુત્ર ઉઝ્ઝિયાનો પુત્ર અથાયા;

5 અને શીલોનીના પુત્ર ઝખાર્યાના પુત્ર યોયારીબના પુત્ર અદાયાના પુત્ર હઝાયાના પુત્ર કોલ-હોઝેના પુત્ર બારુખનો પુત્ર માસેયા.

6 પેરેશના સર્વ પુત્રો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ પરાક્રમી પુરુષો હતા.

7 બિન્યામીનના પુત્રો આ છે: યશાયાના પુત્ર ઇથીએલના પુત્ર માસેયાના પુત્ર કોલાયાના પુત્ર પાદાયાના પુત્ર યોએલના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લુ.

8 અને તેના પછી ગાબ્બાથ, સાલ્લાય, એઓ નવસો અઠ્ઠાવીસ હતા.

9 ઝિખ્રીનો પુત્ર યોએલ તેઓનો ઉપરી હતો; હાસ્સનૂઆનો પુત્ર યહૂદા (એ નગરના બીજા લત્તાનો અમલદાર હતો.)

10 યાજકોમાંના : યોયારીબનો પુત્ર યદાયા, યાખીન.

11 અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામનાં પુત્ર હિલ્કિયાનો પુત્ર સરાયા, એ ઈશ્વરના મંદિરનો કારભારી હતો,

12 અને તેઓના ભાઈઓ જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા; માલ્કિયાના પુ્ત્ર પાશહૂરના પુત્ર ઝખાર્યાના પુત્ર આમ્સીના પુત્ર પલાલ્ચાના પુત્ર યરોહામનો પુત્ર અદાયા,

13 તથા તેના ભાઈઓ, એ પિતૃઓનાં કુટુંબોના વડીલો, બસો બેતાળીસ, ઇમ્મેરના પુત્ર અઝારેલનો પુત્ર અમાશસાય,

14 તથા તેઓના ભાઈઓ, એ પરાક્મી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા; હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો ઉપરી હતો.

15 લેવીઓમાંના : બુન્નીના પુત્ર હશાબ્યાના પુત્ર આઝીકામના પુત્ર હાશ્શૂબનો પુત્ર શમાયા;

16 લેવીઓના વડીલોમાંના શાબ્બાથાય તથા યોઝાબાદ ઈશ્વરના મંદિરના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા;

17 અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો; તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુ્ત્ર આબ્દા હતો.

18 પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ બસો ચોર્યાસી હતા.

19 તે ઉપરાંત આક્કૂબ, ટાલ્મોન તથા તેમના ભાઈઓ દરવાજાઓ આગળ ચોકી કરનારા દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.

20 બાકીના ઇઝરાયલીઓ, લેવીઓ, યાજકો, યહૂદિયાના સર્વ નગરોમાં પોતપોતાનાં વતનોમાં હતા.

21 પણ નથીનીમ ઓફેલમાં વસ્યા; સીહા તથા ગિશ્પા નથીનીમના ઉપરી હતા.

22 યરુશાલેમના લેવીઓનો ઉપરી પણ, ઈશ્વરના મંદિરના કામ પર, આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝ્ઝી હતો.

23 તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગવૈયાઓને પ્રતિદિનની અગત્ય પ્રમાણે નિયુક્ત ભત્તું [આપવું].

24 અને યહૂદાના પુત્ર ઝેરાના પુત્રોમાંના મશેઝાબેલનો પુત્ર પેથાહ્યા લોકને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.


અન્ય શહેરો અને ગામોમાં વસવા ગયેલા

25 ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના પુત્રોમાંના કેટલાએક કિર્યાથ-આર્બામાં તથા તેના કસબાઓમાં, દિબોનમાં તથા તેના કસબાઓમાં, યાકાબ્સેલમાં તથા તેના કસબાઓમાં રહ્યા.

26 અને યેશૂઆમાં, મોલાદમાં, બેથ-પેલેટમાં;

27 હાસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેના કસબાઓમાં;

28 સિકલાગમાં, મખોનામાં તથા તેના કસબાઓમાં;

29 એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં;

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓના કસબાઓમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં, અને અઝેકા તથા તેના કસબાઓમાં વસ્યા. એમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.

31 બિન્યામીનના પુત્રો પણ ગેબાથી માંડીને મિખ્માશ, આયા, બેથેલ તથા તેના કસબાઓમાં;

32 અનાથોથ, નોબ, અનાન્યા;

33 હાસોર, રામા, ગિત્તાઈમ;

34 હાદીદ, સબોઈમ, નબાલ્લાટ;

35 લોદ, ઓનો તથા કારીગરોના નીચાણમાં [વસ્યા].

36 વળી યહૂદિયામાંના લેવીઓના કેટલાક વર્ગો બિન્યામીનની સાથે [જોડાયા].

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan