નહેમ્યા 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)કરારનામા પર લોકો વતી મુદ્રા કરનારાની યાદી 1 જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા : હખાલ્યાનો પુત્ર નહેમ્યા સરસૂબો, સિદકિયા; 2 સરાયા, અઝાર્યા, યર્મિયા; 3 પાશહૂર, અમાર્યા, માલ્કિયા; 4 હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ; 5 હારીમ, મરેમોથ, ઓબાદ્યા, 6 દાનિયેલ, ગિન્નથોન, બારુખ; 7 મશુલ્લામ, અબિયા, મીયામીન; 8 માઝ્યા, બિલ્ગાય, શમાયા; એ યાજકો હતા. 9 લેવીઓ આ હતા : અઝાન્યાનો પુત્ર યેશૂઆ, હેનાદાદના પુત્રોમાંના બિન્નુઈ તથા કાહ્મીએલ; 10 અને તેઓના ભાઈઓ શબાન્યા, હોદિયા, ક્લીટા, પલાયા, હાનાન; 11 મીખા, રહોબ, હશાબ્યા; 12 ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા. 13 હોદિયા, બાની તથા બનીનુ 14 લોકોના વડીલો:પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની; 15 બુન્ની આઝગાદ, બેબાય; 16 અદોનિયા, બિગ્વાય. આદીન; 17 આટેર, હિઝકિયા, અઝઝૂર; 18 હોદિયા, હાશુમ, બેસાય; 19 હારીફ, અનાથોથ, નેબાય; 20 માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર; 21 મશેઝાએલ, સાદોક, યાદૂઆ; 22 પલાટ્યા, હાનાન, અનાયા; 23 હોશિયા, હનાન્યા, હાશ્શૂબ; 24 હાલ્લોહેશ, પિલ્હા, શોબેક; 25 રહૂમ, હશાબ્ના, માસેયા; 26 અહિયા, હાનાન, આનાન, 27 માલ્લૂખ-હારીમ તથા બાના. કરારનામું 28 બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ, તથા જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે દેશોના લોકોથી અલગ થયા હતા, તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, જે સર્વ જાણી શકે તથા સમજી શકે એવાં હતાં, 29 તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો, અને પ્રતિજ્ઞા લીધી કે, “ઈશ્વરના સેવક મૂસાની મારફત અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો. 30 અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવવી નહિ, ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવવી નહિ. 31 જો દેશના લોકો સાબ્બાથ દિવસે માલ કે કંઇ ખાવાનું વેચવા આવે, તો સાબ્બાથે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદ કરવું નહિ; અને સાતમે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું.” 32 અમે પોતાના ઈશ્વરના મંદિરની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો. 33 અર્પણ કરવાની રોટલીને માટે, અને નિત્યના ખાદ્યાર્પણને માટે, સાબ્બાથોના અને ચંન્દ્રદર્શનના નિત્યના દહનીયાર્પણને માટે, તેમજ નિયુક્ત પર્વોને માટે, તથા પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવાને પાપાર્થાર્પણોને માટે, તથા અમારા ઈશ્વરના મંદિરનાં સર્વ કાર્યોને માટે, [આપવાનો નિયમ ઠરાવ્યો]. 34 નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓના કુટંબો પ્રમાણે, દર વર્ષે ઠરાવેલે સમયે અમારા ઈશ્વરના મંદિરમાં લાકડાઓનાં અર્પણો લાવવા માટે, અમે, એટલે યાજકો, લેવીઓ તથા લોકોએ, [ચિઠ્ઠીઓ નાખી]. 35 વળી અમારી ભૂમિની પ્રથમ પેદાશ તથા સર્વ જાતનાં વૃક્ષોને આવેલાં પ્રથમ ફળો, દર વર્ષે યહોવાના મંદિરમાં લાવવા માટે પણ [ચિઠ્ઠીઓ નાખી]. 36 વળી નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારા પુત્રોમાંના પ્રથમજનિત, અમારા જાનવરોનાં પ્રથમજનિત, અને અમારા ઢોરોનાં તથા અમારા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા ઈશ્વરના મંદિરમાં યાજકો પાસે લાવવા માટે પણ [ચિઠ્ઠીઓ નાખી]. 37 અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. 38 લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના મંદિરમાંની ઓરડીઓમાં અથવા ભંડારમાં લાવવો. 39 કેમ કે જે ઓરડીમાં પવિત્રસ્થાનના પાત્રો રાખવામાં આવે છે તેમાં ઇઝરાયલપુત્રોએ તથા લેવીપુત્રોએ સેવા કરનાર યાજકો, દ્વારપાળો તથા ગવૈયાઓને માટે ધાન્યનું, દ્રાક્ષારસનું તથા તેલનું ઉચ્છાલીયાર્પણ લાવવું. અને અમે અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ કરીશું નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India