Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુની વંશાવળી
( લૂ. ૩:૨૩-૩૮ )

1 ઇબ્રાહિમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી:

2 ઇબ્રાહિમનો દીકરો ઇસહાક, ઇસહાકનો યાકૂબ, યાકૂબનો યહૂદા અને તેના ભાઈઓ,

3 યહૂદાના તામારથી થયેલા દીકરા તે પેરેસ અને ઝેરા, પેરેસનો હેસ્રોન, હેસ્રોનનો આરામ,

4 આરામનો અમીનાદાબ, અમીનાદાબનો નાહશોન અને નાહશોનનો સલ્મોન.

5 સલ્મોનનો રાહાબથી થયેલો દીકરો તે બોઆઝ, બોઆઝથી રૂથને થયેલો દીકરો તે ઓબેદ, ઓબેદનો યિશાઈ

6 અને યિશાઈનો દીકરો તે દાઉદ રાજા. અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન,

7 સુલેમાનનો રહાબામ, રહાબામનો અબિયા, અબિયાનો આસા,

8 આસાનો યહોશાફાટ, યહોશાફાટનો યોરામ, યોરામનો ઉઝિયા,

9 ઉઝિયાનો યોથામ, યોથામનો આહાઝ, આહાઝનો હિઝકિયા,

10 હિઝકિયાનો મનાશ્શા, મનાશ્શાનો આમોન, આમોનનો યોશિયા,

11 અને યોશિયાનો દીકરો યખોન્યા અને તેના ભાઈઓ બાબિલના બંદીવાસ સમયે થયા.

12 બાબિલનો બંદીવાસ થયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ થયો, અને શાલ્તીએલનો ઝરુબ્બાબેલ,

13 ઝરુબ્બાબેલનો અબીઉદ, અબીઉદનો એલિયાકીમ, એલિયાકીમનો આઝોર,

14 આઝોરનો સાદોક, સાદોકનો આખીમ, આખીમનો અલિયુદ,

15 અલિયુદનો એલાઝાર, એલાઝારનો મથ્થાન, મથ્થાનનો યાકૂબ

16 અને યાકૂબથી યૂસફ જે મરિયમનો પતિ હતો તે થયો; એ (મરિયમ)થી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યા.

17 આમ, ઇબ્રાહિમથી દાઉદ સુધીની બધી મળીને ચૌદ પેઢી, દાઉદથી બાબિલના બંદીવાસ સુધીની ચૌદ પેઢી, અને બંદીવાસના સમયથી ખ્રિસ્ત સુધીની ચૌદ પેઢી થઈ.


ઈસુ ખ્રિસ્તનો જન્મ
( લૂ. ૨:૧-૭ )

18 હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ.

19 અને તેનો પતિ યૂસફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું.

20 પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.

21 અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”

22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે,

23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”

24 ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો.

25 અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહિ અને તેણે તેનું નામ ‘ઈસુ’ પાડયું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan