Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માલાખી 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુનો દિવસ આવે છે

1 કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.

2 પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.

3 તમે દુષ્ટોને [તમારા] પગ નીચે ખૂંદશો; કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયા નીચે રાખ સમાન થશે.

4 મારા સેવક મૂસાનો ‘નિયમ’ કે જે મેં તેને હોરેબમાં સર્વ ઈઝરાયલને માટે ફરમાવ્યો તે, એટલે વિધિઓ તથા આ ઓ, તમે યાદ રાખો.

5 જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે યહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ.

6 તે પિતાઓનાં મન પુત્રો તરફ ને પુત્રોનાં મન પોતાના પિતાઓ તરફ ફેરવશે, રખેને હું આવીને પૃથ્વીને શાપથી મારું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan