Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માલાખી 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે, હે યાજકો, આ આ તમારે માટે છે.

2 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જો મારા નામને ગૌરવ આપવાનું તમે સાંભળશો નહિ, તથા તમારા અંત:કરણમાં તે ઠસાવશો નહિ, તો હું તમારા પર શાપ મોકલીશ, ને તમારા [આપેલા] આશીર્વાદોને હું શાપરૂપ કરી નાખીશ. હા, હું તેમને શાપરૂપ કરી ચૂકયો છું, કેમ કે તમે તમારા અંત:કરણમાં એ ઠસાવતા નથી.

3 જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.

4 ત્યારે તમે જાણશો કે મેં આ આ તમારી પાસે મોકલી છે કે, મારો કરાર તે લેવી સાથે થાય, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.

5 “ઈઝરાયલ સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ [આપવા] નો હતો. તે બીક રાખે એ માટે મેં તેને તે આપ્યાં અને તે મારી બીક રાખતો હતો, ને મારા નામથી ડરતો હતો.

6 તેના મુખમાં સત્ય નિયમ હતો, ને તેના હોઠોમાં અધર્મ માલૂમ પડતો નહતો. તે મારી સાથે શાંતિ તથા પ્રમાણિકપણાથી ચાલતો હતો, ને તેણે ઘણાઓને દુરાચારમાંથી ફેરવ્યા.

7 કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.

8 પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.

9 “તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં મુખની શરમ રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”


લોકો ઈશ્વર પ્રત્યે બેવફા

10 શું આપણ સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યાં નથી? તો શા માટે આપણે સર્વ આપણા ભાઈઓ સાથે કપટથી વર્તીને આપણા પૂર્વજોના કરારનો ભંગ કરીએ છીએ?

11 યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.

12 એવું કરનાર માણસના જાગતા રહેનારને તથા ઉત્તર આપનારને, અને સૈન્યોના [ઈશ્વર] યહોવાને બલિદાન આપનારને, યહોવા યાકૂબના તંબુઓમાંથી નાબૂદ કરશે.

13 વળી ફરીથી પાછું તમે એવું કરો છો: તમે યહોવાની વેદી આંસુથી, રુદનથી તથા નિસાસાથી ઢાંકી દો છો, જેથી તે તમારું અર્પણ હવે લેખવતા નથી, અને તમારા હાથથી તેને સ્વીકારવાને તે રાજી નથી.

14 તો પણ તમે પૂછો છો કે “શા માટે [એમ થાય છે.] ?” કારણ તો એ છે કે, યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે કે, જે પત્ની તારી સાથે હોવા છતાં તથા તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં, તેને તેં દગો દીધો છે.

15 વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.

16 કેમ કે “ [તમારો] પત્ની ત્યાગ હું ધિક્કારું છું, ” એવું ઈઝરાયલના ઈશ્વર યહોવા કહે છે. અને સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “પોતાની પત્ની પર જુલમ કરનારને પણ હું [ધિક્કારું છું].” એ માટે તમારા મન વિષે સાવધાન રહીને કપટથી ન વર્તો.


ન્યાયનો દિવસ પાસે છે

17 તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે. તોપણ તમે પૂછો છો, “શી રોતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે રાજી થાય છે; અથવા ઈનસાફો ઈશ્વર ક્યાં છે?” એમ કહીને તમે તેમને [કંટાલો ઉપજાવ્યો છે].

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan