લેવીય 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)શાંત્યર્પણ 1 અને જો તેનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય, અને જો તે ઢોર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવા પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે. 2 અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, વેદી પર ચારેબાજુ તેનું રક્ત છાંટે. 3 અને તે શાંત્યર્પણના ય માંથી યહોવા પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાંની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી, 4 તથા બન્ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘો પાસે હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. 5 અને હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે. 6 અને જો યહોવાની આગળ શાંત્યર્પણના યજ્ઞને માટે તેનું અર્પણ ઘેટાબકરાનું હોય, પછી તે નર હોય કે નારી હોય, તો પણ તે ખોડખાંપણ વગરનું ચઢાવે. 7 જો તે હલવાનનું અર્પણ ચઢાવે, તો તે તેને યહોવાની આગળ ચઢાવે. 8 અને તે પોતના અપર્ણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે. 9 અને શાંત્યર્પણોના યજ્ઞમાંથી તે યહોવાને માટે હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી તથા તેની પુષ્ટ પૂછડી આખીને આખી કરોડના હાડકાંને લગોલગથી તે કાપી લે. અને આંતરડાંની આસપાસની ચરબી, તથા આંતરડાં પરની બધી ચરબી. 10 તથા બન્ને ગુરદા તથા તેઓ પરની ચરબી જાંઘો પાસ હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. 11 અને યાજક વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. 12 અને જો તેનું અર્પણ બકરાનું હોય તો તે યહોવાને ચઢાવે; 13 અને તે તેના માથા પર પોતાનો હાથ મૂકે, તે મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે. 14 અને તે તેમાંથી પોતાનું અર્પણ ચઢાવે, એટલે આંતરડાંની આસપાની ચરબી તથા આંતરડઅં પરની બધી ચરબી, 15 તથા બન્ને ગુરદા તથા તેઓ પરની જે ચરબી જાંધો પાસે હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. 16 અને યાજક વેદી પર તેમનું દહન કરે; તે સુવાસને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે; બધી ચરબી યહોવાની છે. 17 તમારી વંશપરંપરા તમારાં વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India