Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શિમયોનના કુળને મળેલો પ્રદેશ

1 અને બીજો ભાગ શિમયોનને માટે, એટલે શિમયોનપુત્રોના કુળને માટે તેઓનાં કુટુંબ પ્રમાણે નીકળ્યો; અને તેઓનું વતન યહૂદાપુત્રોના વતન મધ્યે હતું,

2 અને તેઓને [નીચેનાં નગરોનું] વતન મળ્યું:બેર-શેબા અથવા શેબા, તથા માલાદા;

3 તથા હસાર-શૂઆલ તથા બાલા તથા એસેમ;

4 તથા એલ્તોલાદ તથા બથૂલ તથા હોર્મા;

5 તથા સિકલાગ તથા બેથ-માર્કાબોથ તથા હસાર-સૂસા;

6 તથા બેથ-લબાઓથ તથા શારુહેન. તેર નગરો તેઓનાં ગામો સહિત:

7 આઈન, રિમ્મોન તથા એથેર તથા આશાન; ચાર નગરો તેઓનાં ગામો સહિત:

8 અને આ નગરોનિ ચારે તરફ જે સર્વ ગામો, બાલાથ-બેર, એટલે દક્ષિણના રામા, સુધી હતાં તે. શિમયોનપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.

9 યહૂદાપુત્રોના વિભાગમાંથી શિમયોન પુત્રોને વતન મળ્યું; કેમ કે યહૂદાપુત્રોનો વિભાગ તેઓને માટે જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમયોનપુત્રોને વતન મળ્યું.


ઝબુલોનના કુળને મળેલો પ્રદેશ

10 અને ત્રીજો ભાગ ઝબુલોનપુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે નીકળ્યો; અને તેઓના વતનની સરહદ સારીદ પાસે હતી.

11 અને તેઓની સીમા પશ્ચિમ તરફ એટલે મારાલા સુધી ગઈ, ને પછી દાબ્બેશેથ સુધી પહોંચી; અને તે યોકનામ સામેની નદી સુધી પહોંચી;

12 અને સારીદથિઓઇ પૂર્વ બાજુએ વળીને સૂર્યોદય તરફ કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ; અને ત્યાંથી નીકળીને દાબરાથ આગળ આવીને યાફીઆ સુધી ઉપર ગઈ;

13 અને ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ એથ-કાસીન સુધી ઉપર ગઈ; અને ત્યાંથી નીકળીને તે રિમ્મોન સુધી ગઈ કે, જે નેઆ સુધી લંબાય છે;

14 અને એ સીમા ચકરાવો ખાઈને ઉત્તર તરફ હાન્‍નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલ ખીણ આગળ આવ્યો;

15 અને કાટ્ટાથ તથા નાહલાલ તથા શિમ્રોન તથા યિદલઅ તથા બેથેલેહેમ; બાર નગરો તેઓનાં ગામો સહિત:

16 ઝબુલોનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.


ઇસ્સાખારના કુળને મળેલો પ્રદેશ

17 ચોથો ભાગ, ઇસ્સાખારને માટે, એટલે ઇસ્‍સાખાર પુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.

18 અને તેઓની સીમા [આ નગરો] સુધી આવેલી છે: એટલે યિઝ્રેલ તથા કસુલ્‍લોથ તથા શૂનમ;

19 તથા હફારાઈમ તથા શીઓન તથા અનાહરાથ;

20 તથા રાબ્બીથ કિશ્યોન તથા એબેસ;

21 તથા રેમેથ તથા એન-ગાન્‍નીમ તથા એનહાદ્દા તથા બેથ-પાસ્સેસ;

22 અને તે સીમા તાબોર ને શાહસુમા ને બેથ-શેમેશ સુધી પહોંચી; અને તેઓની સીમાનો છેડો યર્દનની પાસે હતો; સોળ નગરો તેઓનાં ગામો સહિત.

23 ઇસ્સાખારપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.


આશેરના કુળને મળેલો પ્રદેશ

24 અને પાંચમો ભાગ આશેરપુત્રોના કુળને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.

25 અને તેઓની સરહદ આ પ્રમાણે હતી:એટલે હેલ્કાથ તથા હલી તથા બેટેન તથા આખ્શાફ;

26 તથા અલ્લામેલેખ તથા આમાદ તથા મિશાલ; અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી પહોંચી;

27 અને સૂર્યોદય તરફ બેથ-દાગોન તરફ વળીને તે ઝબુલોન સુધી ને યફતા-એલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી; અને ત્યાંથી નીકળીને ડાબે હાથે કાબૂલમાં ગઈ.

28 અને એબ્રોન ને રહોબ ને હામ્મોન ને કાના, એટલે મોટા સિદોન સુધી, પહોંચી;

29 અને તે સીમા વળીને રામા, ને સોરના કોટવાળા નગર સુધી ગઈ; અને તે સીમા ફરીને હોસામાં ગઈ. અને તેનો છેડો આખ્ઝીબના‍ પ્રદેશની પાસે સમુદ્ર આગળ આવ્યો;

30 વળી ઉમ્મા તથા અફેક તથા રહોબ; બાવીસ નગરો તેઓનાં ગામો સહિત.

31 આશેરપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.


નફતાલીના કુળને મળેલો પ્રદેશ

32 છઠ્ઠો ભાગ નફતાલીપુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.

33 અને તેઓની સીમા હેલેફ તથા સાનાન્‍નીમમાંનું એલોન ઝાડ તથા અદામી-નેકેબ તથા યાબ્નેલ ત્યાં થઈને લાક્કૂમ સુધી ગઈ; અને તેનો છેડો યર્દન પાસે હતો;

34 તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર સુધી ગઈ, ને‍ ત્યાંથી આગળ વધીને હુક્કોક ગઈ અને તે દક્ષિણમાં ઝબુલોન સુધી પહોંચી, ને પશ્ચિમમાં આશરે સુધી પહોંચી, ને સૂર્યોદય તરફ યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.

35 અને [તેમાં] કોટવાળાં નગરો આ હતાં:સિદ્દીમ, સેર, હમ્માથ, રાક્કાથ તથા કિન્‍નેરેથ;

36 અદામા, રામા તથા હાસોર;

37 કેદેશ, એડ્રેઈ, એન-હાસોર;

38 ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ, તથા બેથ-શેમેશ; ઓગણીસ નગરો તેઓનાં ગામો સહિત.

39 નફતાલીપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.


દાનના કુળને મળેલો પ્રદેશ

40 અને સાતમો ભાગ દાનપુત્રોના કુળને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.

41 અને તેઓનાં વતનનિઓઇ સરહદ આ પ્રમાણે હતી:શોરા, એશ્તાઓલ, ઇર-શેમેશ;

42 શાલાબ્બીન, આયાલોન, યિથ્લા;

43 એલોન, તિમ્ના, એક્રોન;

44 એલ્તકે, ગિબ્બથોન, બાલાથ;

45 યેહૂદ, બની-બારાક, ગાથ-રિમ્મોન;

46 મે-યાર્કોન, રાક્કોન, યાફો સામેની સીમા સહિત.

47 અને દાનપુત્રોની સરહદ તેઓની પેલી બાજુએ નીકળી; કેમ કે દાનપુત્રોએ લેશેમની સામે યુદ્ધ કરવા ચઢાઈ કરી, ને તે જીતી લીધું, ને તરવારથી તેને માર્યું, તે તેને વતન કરી લઈને તેમાં વસ્યા, ને પોતાના પિતા દાનના નામ ઉપરથી લેશેમનું નામ દાન પાડ્યું.

48 દાનપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ હતું એટલે એ નગરો ને તેઓનાં ગામો.


પ્રદેશ-વહેંચણીના કાર્યની સમાપ્તિ

49 એ પ્રમાણે તેઓ દેશનું વતન સીમાવર વહેંચી રહ્યા; પછી ઇઝરાયલી લોકોએ નૂનના દીકરા યહોશુઆને પોતા મધ્યે વતન આપ્યું.

50 એફ્રાઈમના પહાડી પ્રદેશનું તિમ્નાથ-સેરા નામનું જે નગર તેણે માંગ્યું, તે યહોવાના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું; અને તે નગર બાંધીને તે તેમાં રહ્યો.

51 એલાઝાર યાજકે ને નૂનના પુત્ર યહોશુઆએ ને ઇઝરાયલી લોકોનાં કુળોના પિતૃઓનાં [ઘરો] ના વડીલોએ શીલો મધ્યે મુલાકાતમંડપને બારણે, યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વતનો વહેંચી આપ્યાં તે એ જ છે. એમ તેઓએ દેશ વહેંચવાનુમ કામ સમાપ્ત કર્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan