Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મનાશ્શાને પશ્ચિમનો વિભાગ

1 અને મનાશ્શા જે યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે આ ભાગ હતો:મનાશ્શાનો વડો પુત્ર માખીર, ગિલ્યાદનો પિતા, લડવૈયો હતો, એ માટે તેને તો ગિલ્યાદ તથા બાશાન મળ્યાં,

2 અને મનાશ્શાના બાકીના પુત્રોને પણ તેઓનાં કુટંબો પ્રમાણે [ભાગ] મળ્યો; એટલે અબીએઝેરના પુત્રોને, અને હેલેકના પુત્રોને, ને આસ્ત્રીએલના પુત્રોને, ને શેખેમના પુત્રોને, ને હેફેરના પુત્રોનેમ ને શમીદાના પુત્રોને; યુસફના દીકરા મનાશ્શાના દીકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતા.

3 પણ મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી; અને તેની દીકરીઓનાં નામ આ છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા ને તિર્સા.

4 અને તેઓ એલાઝર યાજકની ને નૂનના પુત્ર યહોશુઆની ને સરદારોની આગળ આવીને કહેવા લાગી કે, યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી કે, “અમને અમારા ભાઈઓ મધ્યે વતન આપવું.” એ માટે યહોવાની આજ્ઞા પ્રમાણે તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વતન આપ્યું.

5 અને યર્દનને પેલે પારના ગિલ્યાદ ને બાશાન પ્રાંત ઉપરાંત મનાશ્‍શાને દશ ભાગ મળ્યા;

6 કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓના ભાગમાં વતન મળ્યું; અને ગિલ્યાદ પ્રાંત મનાશ્શાના બાકીના દીકરાઓને મળ્યો.

7 અને મનાશ્શાની સીમા આશેરથી શખેમ સામેના મિખ્મથાથ સુધી ગઈ અને તે સીમા આગળ વધીને જમણે હાથે એન તાપ્પૂઆ સુધી ગઈ.

8 તાપ્પૂઆનો પ્રાંત તો મનાશ્‍શાનો હતો; પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્‍પૂઆ એફ્રાઈમપુત્રોનું હતું.

9 અને તે સીમા ત્યાંથી ઊતરીને કાના નદી સુધી એટલે નદીની દક્ષિણે ગઈ; એફ્રાઈમનાં આ નગરો મનાશ્શાનાં નગરો મધ્યે આવ્યા; અને મનાશ્શાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી, ને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.

10 દક્ષિણ ભાગ એફ્રાઈમનો, ને ઉત્તર ભાગ મનાશ્‍શાનો હતો, ને સમુદ્ર તેની સરહદ પર આવ્યો. અને તે [ભાગ] ઉત્તરે આશેર સુધી તથા પૂર્વે ઇસ્સાખાર સુધી પહોંચ્યા હતા.

11 અને ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં બેથ શેઆન ને તેનાં ગામ, ને યિબ્લામ ને તેનાં ગામ, ને દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને એન દોરના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને તાનાખના તથા તેનાં ગામના રહેવાસીઓ, ને મગિદ્દોના તથા તેનાં ગામના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.

12 તોપણ મનાશ્શાપુત્રો તે નગરો [ના રહેવાસીઓ] ને કાઢી મૂકી ન શક્યા; પણ કનાનીઓ તો તે પ્રાંતમાં રહ્યા.

13 અને એમ થયું કે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેઓએ કનાનીઓને માથે વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી ન મૂક્યા.


વધુ પ્રદેશ માટે એફ્રાઈમ અને પશ્ચિમ મનાશ્શની માગણી

14 અને યૂસફપુત્રોએ યહોશુઆને એમ કહ્યું, “આજ સુધી યહોવાએ મને આશિષ આપી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો વતન માટે એક જ હિસ્‍સો તથા એક જ વાંટો તેં મને કેમ આપ્યો છે?”

15 અને યહોશુઆએ તેઓને કહ્યું, “જો તું એક મોટી પ્રજા હો, તો જંગલમાં જા, ને ત્યાં પરિઝીઓની તથા રફાઈઓની ભૂમિમાં પોતાને માટે ઝાડ કાપી નાખીને [જગા કર] ; કેમ કે એફ્રાઈમનો પહાડી પ્રદેશ તારે માટે બહુ જ સાંકડો છે.”

16 અને યૂસફપુત્રોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમને બસ થાય એટલો નથી; અને જે કનાનીઓ ખીણપ્રદેશમાં રહે છે તે સર્વની પાસે, એટલે બેથશેઆન ને તેનાં ગામડાંમાં રહેનારાની પાસે ને યિઝ્એલની ખીણમાં રહેનારાની પાસે, લોઢાના રથો છે.”

17 અને યહોશુઆએ યૂસફપુત્રોને, એટલે એફ્રાઈમને તથા મનાશ્શાને કહ્યું, “તું એક મોટી પ્રજા થયો છે ને તું ઘણો બળવાન છે; તને માત્ર એક જ ભાગ મળશે નહિ.

18 પણ પહાડી પ્રદેશ તારો થશે; તે તો જંગલ છે, તોપણ તું તેને કાપી નાખશે, તો તેની સરહદો તારી થશે; અને કનાનીઓને જોકે લોઢાના રથો છે, ને તેઓ બળવાન છે, તોપણ તું તેઓને હાંકી કાઢશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan