યહોશુઆ 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)એફ્રાઈમ અને અર્ધા મનાશ્શાના કુળને મળેલો પ્રદેશ 1 અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી [શરૂ થયો] ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો. 2 અને તે બેથેલથી લૂઝ સુધી ગયો, ને ત્યાંથી આર્કીઓની સરહદ ઉપર થઈને અટારોથ સુધી ગયો, 3 અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોણી સીમઅ સુધી, નીચલા બેથ-હોરોણી સીમા છેક ગેઝેર સુધી ઊતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. 4 અને યૂસફપુત્રો મનાશ્શા ને એફ્રાઈમે પોતાનું વતન લીધું. એફ્રાઈમને 5 અને એફ્રાઈમપુત્રોની સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે [આ પ્રમાણે] હતી:એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારોથ આદ્દાર, ઉપરના બેથ-હોરોન સુધી હતી. 6 અને ત સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ; અને તે ત્યાંથી પૂર્વ તરફ વળીને તાનાથ-શીલો સુધી ગઈ. ને તેની પાસે થઈને યાનોઆની પૂર્વે ગઈ; 7 અને યોનઆથી ઊતરીને અટારોથ સુધી, ને નારા સુધી ગઈ, ને યરીખોને મળીને યર્દન પાસે તેનો છેડો આવ્યો. 8 અને તે સીમા તાપ્પૂઆથી પશ્ચિમ તરફ વધીને કાના નદી સુધી ગઈ; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. એફ્રાઈમપુત્રોના કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે. 9 અને તેની સાથે મનાશ્શાપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોને માટે અલાહિદાં કરેલાં હતાં, એ સર્વ નગરો તેઓના ગામો સહિત [તેમને મળ્યાં]. 10 અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India