Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યહૂદાના કુળને મળેલો પ્રદેશ

1 યહુદાપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, અદોમની સરહદ સુધી હતો; એટલે દક્ષિણ તરફ સીનનું અરણ્ય, જે તેઓનો દક્ષિણ [તરફની સીમા] નો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.

2 અને તેઓની દક્ષિણ તરફની સીમા ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણ તરફની ખાડીથી [શરૂ થતી] હતી;

3 અને ત્યાંથી તે [સીમા] આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ, ને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ, ને હેસ્‍ત્રોનની પાસે થઈને આગળ ગઈ, ને આદ્દાર સુધી ગઈ, ને ચકરાવો ખાઈને કાર્કાને લાગી.

4 અને ત્યાંથી આગળ આસ્મોન સુધી ગઈ, ને ત્યાંથી મિસરના નાળા સુધી ગઈ; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો:તમારી દક્ષિણ તરફની સીમા એ પ્રમાણે થશે.

5 અને પૂર્વની સીમા ખારો સમુદ્ર હતો, એટલે યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનને છેડે સમુદ્રની જે ખાડી છે ત્યાંથી [શરૂ થતી] હતી;

6 અને તે સીમા બેથ-હોગ્લા સુધી ગઈ, ને બેથ-અરાબાની ઉત્તર બાજુ થઈને આગળ વધી; અને તે સીમા રુબેનના દીકરા બોહાનની શિલા સુધી ગઈ.

7 અને તે સીમા આખોરની ખીણથી દબીર સુધી ગઈ, ને તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલ, જે નદીની દક્ષિણ બાજુ પરના અદુમ્મીમના ઘાટની સમે છે, ત્યાં સુધી ગઈ; અને તે સીમા ત્યાંથી આગળ એન-શેમેશનાં પાણી સુધી ગઈ, ને તેનો છેડો એન-રોગેલ આગળ આવ્યો;

8 અને તે સીમા હિન્‍નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓની સરહદની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ; અને તે સીમા હિન્‍નોમની ખીણ સામે પશ્ચિમે આવેલા પર્વતનું શિખર જે રફાઈમની ખીણને ઉત્તર છેડે છે ત્યાં સુધી તે સીમા ગઈ;

9 અને પર્વતના શિખરથી તે નેફતોઆનાં પાણીના ઝરા સુધી તે સીમા અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ; અને તે સીમા બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી દોરાયેલી હતી;

10 અને તે સીમા ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, ને આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વત (એટલે કસાલોન)ની બાજુ સુધી ગઈ, ને બેથ-શેમેથ સુધી નીચે ઊતરી, ને તિમ્નાની બાજુ પર થઈને આગળ વધી;

11 અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ; અને શિક્કરોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ, ને યાબ્નએલ સુધી પહોંચી; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો.

12 અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહૂદાપુત્રોની ચાર તરફ સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતી.


કાલેબે હેબ્રોન અને દબીરને જીતી લીધાં
( ન્યા. ૧:૧૧-૨૫ )

13 અને યહોશુઆને [આપેલી] યહોવાની આજ્ઞાપ્રમાણે, યહૂદાપુત્રોમાં યફૂન્‍નેના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કિર્યાથ-આર્બા (જે હેબ્રોન છે તે) આપ્યું. [આર્બા તો] અનાકનો પિતા [હતો].

14 અને કાલેબે અનાકના ત્રણ દીકરા શેશાય તથા અહીમાન તથા તાલ્માયને, એટલે અનાકપુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા.

15 અને તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી; દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.

16 અને કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેરને મારીને સર કરશે, તેને હું મારી દીકરી આખ્સા પરણાવીશ.”

17 અને કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે તે લીધું; અને તેણે પોતાની દીકરી આખ્સાને તેની સાથે પરણાવી.

18 અને જ્યારે તે [તેની પાસે] આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને સૂચના કરી કે, તારા પિતા પાસેથી એજ ખેતર માગી લે; અને તે પોતાના ગધેડા પરથી ઊતરી; અને કાલેબે તેને પૂછ્યું, “તારે શું જોઈએ છે?”

19 તેણે ઉત્તર આપ્યો, “મને આશીર્વાદ આપ. તેં મને નેગેબમાં જમીન આપી છે, માટે પાણીના ઝરા પણ મને આપ.” અને તેણે તેને ઉપરના ભાગના ઝરા ને નીચાણના ઝરા આપ્યા.


યહુદાના તાબાનાં નગરોની યાદી

20 યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે છે.

21 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોનાં કુળનાં છેવાડાં નગરો કાબ્સેલ તથા એદેર તથા યાગૂર;

22 તથા કિના તથા દીમોના તથા આદાદા;

23 તથા કેદેશ તથા હાસોર તથા પિથ્નાન;

24 ઝીફ તથા ટેલેમ તથા બેઆલોથ;

25 તથા હાસોર-હદાત્તા તથા કરીયોથ-હેસ્ત્રોન (એટલે હાસોર);

26 અમામ તથા શમા તથા મોલાદા;

27 તથા હસાર-ગાદ્દાહ તથા શ્હેમોન તથા બેથ-પેલેટ;

28 તથા હસાર-શૂઆલ તથા બેર-શેબા તથા બિઝયોથ્યા;

29 બાલા તથ ઇયીમ તથા એસેમ;

30 તથા એલ્તોલાદ તથા કસીલ તથા હોર્મા;

31 તથા સિકલાગ તથા માદમાન્‍ના તથા સાન્સાન્‍ના;

32 તથા લબાઓથ તથા શિલ્હિમ તથા આઈન તથા રિમ્મોન:સર્વ મળી ઓગણત્રીસ નગરો તેઓના તાબાનાં ગામો સહિત હતાં.

33 નીચાણના પ્રદેશમાં એશ્તાઓલ તથા સોરા તથા આશ્‍ના;

34 તથા ઝાનોઆ તથા એન-ગાન્‍નીમ, તાપ્પૂઆ તથા એનામ;

35 યાર્મૂથ તથા અદુલ્‍લામ, સોખો તથા અઝેકા;

36 તથા શારાઈમ તથા અદીથાઈમ તથા ગદેરા તથા ગદરોથાઈમ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત.

37 સનાન તથા હદાશા તથા મિગ્દાલ-ગાદ;

38 તથા દિલાન તથા મિસ્પા તથા યોક્તેલ;

39 લાખીશ તથા બોસ્કાથ તથા એગ્લોન;

40 તથા કાબ્બોન તથા લાહમામ તથા કિથ્લીશ;

41 તથા ગદેરોથ, બેથ-દાગોન તથા નામા તથા માક્કેદા; સોળ નગરો તેઓનાં ગામો સહિત.

42 લિબ્ના તથા એથેર તથા આશાન;

43 તથા યફતા તથા આશ્‍ના તથા નસીબ;

44 તથા કિઈલા તથા આખ્ઝીબ તથા મારેશા; નવ નગરો તેઓનાં ગામો સહિત.

45 એક્રોન, તેનાં નગરો તથા ગામો સહિત:

46 એટલે એક્રોનથી તે સમુદ્ર સુધી, આશ્દોદની પડખે જે સર્વ નગરો હતાં તે, તેઓનાં ગામો સહિત

47 આશ્દોદ, તેનાં નગરો તથા તેનાં ગામો; ગાખાઅ, તેનાં નગરો તથા તેનાં ગામો; મિસરનું નાળું તથા મહા સમુદ્ર તથા [તેનો] કિનારો, ત્યાં સુધીનાં.

48 અને પહાડી પ્રદેશમાં શામીર તથા યાત્તીર, તથા સોખો;

49 તથા દાન્‍ના તથા કિર્યાથ સાન્‍ના (એટલે દબીર);

50 તથા અનાબ તથા એશ્તમો તથા આનીમ;

51 તથા ગોશેન તથા હોલોન તથા ગીલોહ; અગિયાર નગરો તેઓનાં ગામો સહિત.

52 અરાબ તથા દૂમા તથા એશાન;

53 તથા યાનીમ તથા બેથ-તાપ્પુઆ તથા અફેકા;

54 તથા હુમ્ટા તથા કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર; નવ નગરો તેઓનાં ગામો સહિત.

55 માઓન, કાર્મેલ તથા ઝીફ તથા યૂટા;

56 તથા યઝ્રિએલ તથા યોકદામ તથા ઝોનોઆ;

57 કાઈન, ગિબયા તથા તિમ્ના; દશ નગરો તેઓનાં ગામો સહિત.

58 હાલ્હૂલ, બેથ-સૂર તથા ગદોર;

59 તથા મારાથ તથા બેથ-અનોથ તથા એલ્તકોન; છ નગરો તેઓનાં ગામો સહિત.

60 કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા; બે નગરો તેઓનામ ગામો સહિત.

61 અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા;

62 તથા નિશ્બાન તથા ખારાનું નગર તથા એન-ગેદી; છ નગરો તેઓનાં ગામો સહિત.

63 અને યરુશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહૂદાપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહૂદાપુત્રોની સાથે યરુશાલેમમાં આજ સુધી રહ્યા છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan