Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


હજી જીતવાના બાકી પ્રદેશો

1 અને યહોશુઆ ઘરડો ને વયોવૃદ્ધ થયો. અને યહોવાએ તેને કહ્યું, “તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તોપણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે.

2 જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે: એટલે પલિસ્તીઓનો ને ગશૂરીઓનો આખો પ્રદેશ;

3 મિસરની આગળના શિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી [જે ભૂમિ] કનાનીઓની ગણાય છે તે; પલિસ્તીઓના પાંચ ઉમરાવ; એટલે ગાઝીઓ, તથા આશ્દોદીઓ, તથા આશ્કેલોનીઓ, તથા ગિત્તીઓ, તથા એક્રોનીઓ;

4 વળી દક્ષિણે આવ્વીઓ પણ; કનાનીઓનો આખો દેશ, ને સિદોનીઓનું મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સીમા સુધીનો દેશ;

5 અને ગબાલીઓનો દેશ, ને પૂર્વ તરફ આખો લબાનોન, એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી તે હમાથના નાકા સુધી;

6 અને લબાનોનથી તે મિસ્રેફોથ-માઈમ સુધીના પહાડી પ્રદેશના બધા રહેવાસીઓ, એટલે બધા સિદોનીઓ, તેઓને હું ઈઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢીશ; પણ જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઇઝરાયલીઓને તે દેશ તું હિસ્સા પાડીને વહેંચી આપ.

7 તો હવે નવ કુળોને તથા મનાશ્શાના અર્ધકુળને વતન થવા માટે આ દેશની વહેંચણી કર.”


પ્રદેશની વહેંચણી:પૂર્વકાંઠાનો વિસ્તાર

8 તેની સાથે રુબેનીઓને તથા ગાદીઓને પોતાનું વતન મળ્યું; અને તે મૂસાએ યર્દન પાર, પૂર્વમાં, તેઓને આપ્યું, એટલે યહોવાના સેવક મૂસાએ જેમ તેઓને આપ્યું હતું તેમ;

9 એટલે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી, ને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, તથા મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી;

10 અને અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેનાં સર્વ નગરો આમ્મોનપુત્રોની સરહદ સુધી;

11 અને ગિલ્યાદ ને ગશૂરીઓ તથા માખાથીઓની હદ, ને આખો હેર્મોન પર્વત, ને સાલખા સુધી આખો બાશાન;

12 વળી બાશાનના ઓગનું આખું રાજ્ય [તેઓને] આપ્યું. તે આશ્તારોથ ને એડ્રેઈમાં રાજ કરતો હતો (રફાઈઓમાંના જે બચી રહેલા તેઓમાંથી તે જ બાકી હતો); કેમ કે મૂસાએ તેઓને મારીને હાંકી કાઢ્યા હતા.

13 તોપણ ઇઝરાયલીઓએ ગશૂરીઓને તથા માખાથીઓને તેમના વતનમાંથી કાઢી મૂક્યા નહિ; પરંતુ ગશૂરીઓ ને માખાથીઓ આજ સુધી ઇઝરાયલ ભેગા રહ્યા.

14 માત્ર લેવીના કુળને તેણે કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલના ઈશ્વર યહોવાને અગ્નિ વડે, અર્પાયેલા જે અર્પણો, તે જ તેઓનું વતન છે. જેમ તેણે તેને કહ્યું હતું તેમ.


રુબેનના કુળને મળેલો પ્રદેશ

15 અને મૂસાએ રુબેનના પુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, [વતન] આપ્યું.

16 અને તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે ત્યાંથી માંડીને મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી;

17 હેશ્બોન, તથા સપાટ પ્રદેશમાંના તેનાં સર્વ નગરો; એટલે દીબોન તથા બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન;

18 તથા યાહાસ તથા કદેમોથ તથા મેફાથ;

19 તથા કિર્યાથાઈમ તથા સિબ્મા તથા ખીણના પર્વત પરનું સેરેથશાહાર;

20 તથા બેથ-પેઓર તથા પિસ્ગાન ઢોળાવ, તથા બેથ-યશીમોથ;

21 તથા સપાટ પ્રદેશનાં સર્વ નગરો, ને અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો, અને તેને મૂસાએ માર્યો અને તેની સાથે તે દેશમાં રહેનારા સિહોનના સરદારોને, એટલે મિદ્યાન તથા અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબાના નાયકોને માર્યા.

22 જેઓને ઇઝરાયલીઓએ માર્યા, તેઓમાં બયોરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તરવારથી મારી નાખ્યો.

23 અને યર્દન તથા તેનો કાંઠો એ રુબેનપુત્રોની સીમા હતી. રુબેનપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.


ગાદના કુળને મળેલો પ્રદેશ

24 અને મૂસાએ ગાદના કુળને એટલે ગાદપુત્રોને તેઓનાં કુટુંબો પ્રમાણે [વતન] આપ્યું.

25 અને તેઓની સરહદ આ હતી, એટલે યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, તથા રાબ્બાની સામેના અરોએર સુધીનો આમ્મોનપુત્રોનો અડધો દેશ;

26 અને હેશ્બોનથી તે રામાથ-મિસ્પા ને બટોનીમ સુધી, અને માહનાઈમથી તે દબીરની સરહદ સુધી;

27 અને ખીણમાં બેથ-હારામ તથા બેથ-નિમ્રા તથા સુક્કોથ તથા સાફોન, એટલે હેશ્બોનના રાજા સિહોનના રાજ્યનો બાકી રહેલો ભાગ, યર્દન તથા તેનો કાંઠો, યર્દન પાર પૂર્વમાં કિન્‍નેરોથ સમુદ્રના છેડા સુધી.

28 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.


મનાશ્શાના અર્ધકુળને મળેલો પ્રદેશ

29 અને મનાશ્શાના અર્ધકુળને મૂસાએ [વતન] આપ્યું. નએ તે મનાશ્શાના પુત્રોના અર્ધકુળને માટે તે ઓનાં કુટુંબો પ્રમાણે હતું.

30 અને તેઓની સરહદ માહનાઈમથી હતી, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, ને બાશાનમાં યાઈરના સર્વ કસબાઓ, એટલે સાઠ નગરો;

31 અને અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઈ, બાશાનમાં ઓગના રાજ્યનાં નગરો, એ મનાશ્શાના દીકરા માખીરના પુત્રોને માટે, એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે, માખીરપુત્રોના અર્ધાભાગને માટે હતાં.

32 મોઆબના સપાટ પ્રદેશમાં યર્દન પાર યરીખો આગળ પૂર્વમાં જે વારસા મૂસાએ વહેંચી આપ્યા તે એ છે.

33 પણ લેવીના કુળને મૂસાએ કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલનો ઈશ્વર યહોવા એ જ તેઓનું વતન છે, જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan