Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યૂના 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યૂનાની પ્રાર્થના

1 તે વખતે યૂનાએ માછલીના પેટમાથી પોતાના ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી.

2 તેણે કહ્યું, “મારી વિપત્તીને લીધે મેં યહોવાને વિનંતી કરી, ને તેમણે મને ઉત્તર આપ્યો. શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તમે મારો સાદ સાંભળ્યો.

3 કેમ કે તમે મને ઊંડાણમાં, સમુદ્રના ભીતરમાં ફેંક્યો, ને મારી આસપાસ પાણી હતું. તમારાં સર્વ મોજાંઓને તે તમારી છોળો મારા પર ફરી વળ્યાં.

4 મેં કહ્યું કે, મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર મંદિર તરફ જોઈશ.

5 પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા, મારો જીવ જતાં સુધી ફરી વળ્યાં. મારી આસપાસ ઊંડાણ હતું. મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા.

6 હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે બંધ કરી દીધી. તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.

7 મારો જીવ મારામાં નિર્ગત થયો, ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું, મારી પ્રાર્થના તમારા પવિત્ર મંદિરમાં તમારી હજૂરમાં પહોંચી.

8 જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે.

9 પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”

10 યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર બહાર કાઢી લાવ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan