અયૂબ 35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અલિહૂ (ચાલુ) 1 વળી અલિહૂએ કહ્યું, 2 “તું એવું કહે છે કે, ‘એમાં મને શો ફાયદો થવાનો છે? મેં પાપ કર્યું હોત તો [જે મફત] તેના કરતાં હાલ મને વધારે શો નફો મળશે? 3 શું એવું ધારવું તને ઘટે છે? [અથવા] શું તું એમ કહે છે કે, ઈશ્વરના કરતાં મારું ન્યાયીપણું અધિક છે? 4 હું તને તથા તારા સાથીઓને ઉત્તર આપીશ. 5 આકાશ તરફ નજર કરીને જો; તારા કરતાં ઊંચા અંતરિક્ષને નિહાળ. 6 જો તેં પાપ કર્યું હોય, તો તેથી તેમની વિરુદ્ધ તું શું કરે છે? જો તારા અપરાધો વધી જાય તો તેથી તેમનું તું શું [નુકસાન] કરે છે? 7 જો તું ન્યાયો હોય, તો તું તેમને શું આપે છે? અથવા તે તારા હાથથી શું પામે છે? 8 તારી દુષ્ટતાથી તારા જેવા માણસને તો [ઇજા થાય] ; અને તારી નેકીથી તો મનુષ્યને [નફો થાય]. 9 જુલમથી વૃદ્ધિના કારણથી તેઓ કકળી ઊઠે છે. બળવાનના જુલમથી તેઓ મદદને માટે બૂમ પાડે છે. 10 પણ કોઈ એમ નથી કહેતું, ‘જે મને રાત્રે ગાયન કરાવે છે, 11 જે આપણને પૃથ્વીનાં પશુઓના કરતાં વધારે શીખવે છે, અને જે આપણને ખેચર પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે, તે મારા સરજનહાર ઈશ્વર ક્યાં છે?’ 12 ત્યાં તેઓ બૂમ પાડે છે, પણ દુષ્ટ માણસના અહંકારને લીધે કોઈ તેમને ઉત્તર આપતું નથી. 13 ખરેખર ઈશ્વર દંભીઓનું સાંભળશે નહિ, અને સર્વશક્તિમાન તેઓને લેખવશે નહિ. 14 જ્યારે તું કહે છે, ‘હું તેમને જોતો નથી, ’ ત્યારે તે નહિ [સાંભળશે] એ કેટલું વિશેષ સંભવિત છે! પણ [તારો] દાવો તો તેમની આગળ છે, માટે તું તેમની વાટ જો. 15 પણ હવે, તેમણે કોપાયમાન થઈને શિક્ષા કરી નથી, અને ઉદ્ધતાઈને તે ઝાઝી લેખવતા નથી; 16 માટે અયૂબ પોતાને મોઢે વ્યર્થ વાતો કરે છે, અને જ્ઞાન વિના બકવાદ કરે છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India