Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અયૂબ (ચાલુ)

1 મારો દમ ક્ષીણ થયો છે, મારું આયુષ્ય સમાપ્ત થયું છે, મારે માટે કબર તૈયાર છે.

2 ખરેખર મારી પાસે તો ઠઠ્ઠાખોરો છે, અને તેમની ખિજવણી પર મારી નજર સતત રહે છે.

3 હવે કોલ આપો, અને મારા જામીન તમે જ થાઓ; મને કોણ તાળી આપશે?

4 કેમ કે તમે તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી; માટે તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ.

5 જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે, તેનાં છોકરાંની આંખો પણ ક્ષીણ થશે.

6 તેમણે મને લોકોની કહાણીરૂપ બનાવ્યો છે; હું તેઓના ખુલ્લા ધિક્કારને પાત્ર થયો છું.

7 શોકથી મારી આંખો ઝાંખી થઈ છે, અને મારા બધા અવયવો આભાસરૂપ થયા છે.

8 સદાચારી માણસો એથી વિસ્મય પામશે. અને નિર્દોષ જનો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.

9 તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.

10 પણ તમે બધા પાછા વળીને આવો, જોઈએ તો ખરા; મને તો તમારામાં એકે બુદ્ધિમાન પુરુષ જણાતો નથી.

11 મારું આયુષ્ય વીતી ગયું છે, મારી યોજનાઓ નિષ્ફળ થઈ છે. મારા હ્રદયના વિચારો પણ [વ્યર્થ ગયા છે].

12 તેઓ રાતનો દિવસ બનાવે છે. [તેઓ કહે છે કે] અંધકાર હવે જતો રહેશે; અજવાળું પાસે છે.

13 જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય; જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય;

14 જો મેં કોહવાણને એમ કહ્યું હોય કે, તું મારો પિતા છે; અને કીડાને [એમ કહ્યું હોય કે, તું] મારી મા તથા મારી બહેન [છે] ;

15 તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?

16 તે શેઓલની ભૂંગળો સુધી ઊતરી જશે, [ત્યાં ગયા] પછી ધૂળમાં આરામ મળશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan