Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બારુખને ઈશ્વરનું વચન

1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકિમના ચોથા વર્ષમાં, નેરિયાના પુત્ર બારુખે યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચન પુસ્તકમાં લખ્યા પછી જે વચન યર્મિયા પ્રબોધક તેની આગળ બોલ્યો તે આ છે:

2 “હે બારુખ, ઇઝરાયલના ઈશ્વર યહોવા તારા વિષે કહે છે કે,

3 તેં કહ્યું કે, ‘મને હાય હાય! યહોવાએ મારા દુ:ખમાં દુ:ખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.’

4 તેને કહે કે, યહોવા કહે છે કે, જે મેં બાંધ્યું છે તે હું પાડી નાખીશ, ને જે મેં રોપ્યું છે તે હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.

5 શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan