Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુનો દૂત બોખીમમાં

1 યહોવાનો દૂત ગિલ્ગાલથી બોખીમમાં આવ્યો. અને તેણે કહ્યું, “હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો, ને જે દેશ વિષે તમારા પિતૃઓની આગળ મેં પ્રતિ લીધી હતી તે દેશમાં તમને લાવ્યો છું. અને મેં કહ્યું હતું કે, તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ.

2 અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો. તેઓની વેદીઓ તોડી નાખો:પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહિ. તમે એમ કેમ કર્યું છે?

3 માટે મેં પણ કહ્યું કે, હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહિ પણ તેઓ તમારી કૂખોમાં [કાંટાંરૂપ] થશે, અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે.”

4 અને યહોવાના દૂતે સર્વ ઇઝરાયલી લોકોને એ વાતો કહી ત્યારે એમ થયું કે લોક પોક મૂકીને રડ્યા.

5 તેથી તેઓએ તે સ્થળનું નામ બોખીમ પાડયું. અને ત્યાં યહોવાને માટે તેઓએ યજ્ઞ કર્યો.


યહોશુઆનું મૃત્યુ

6 હવે યહોશુઆએ લોકોને વિદાય કર્યા પછી દેશનો વારસો લેવાને સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા.

7 અને યહોશુઆની આખી જિંદગી સુધી, તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા હતા, અને જેઓએ ઇઝરાયલને માટે જે સર્વ મોટાં કામ યહોવાએ કર્યાં હતાં એ જોયાં હતાં, તેઓની આખી જિંદગી સુધી લોકોએ યહોવાની સેવા કરી.

8 અને નૂનનો દીકરો યહોશુઆ, યહોવાનો સેવક, એક સો દશ વર્ષનો થઈને મરી ગયો.

9 અને ગાશ પર્વતની ઉત્તર બાજુએ, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં તેના વતનની સરહદની અંદર, એટલે તિમ્નાથ હેરેસમાં, તેઓએ તેને એટલે તિમ્નાથ સેરામાં, તેઓએ તેને દાટ્યો.

10 અને તે આખી પેઢી પણ પોતાના પિતૃઓની સાથે મળી ગઈ. અને તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્‍ન થઈ કે, જે યહોવાને તથા ઇઝરાયલને માટે યહોવાએ જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી.


ઇઝરાયલીઓનો ધર્મત્યાગ

11 હવે ઇઝરાયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને બાલીમની સેવા કરી.

12 અને યહોવા, તેઓના પિતૃઓના ઈશ્વર, જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા હતા તેમનો તેઓએ ત્યાગ કર્યો, ને અન્ય દેવોની ઉપાસના કરીને તેમને વંદન કર્યું, અને તેઓએ યહોવાને રોષ ચઢાવ્યો.

13 યહોવાને તજીને તેઓએ બાલ તથા આશ્તારોથની સેવા કરી.

14 ત્યારે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે, જેઓએ તેમને પાયમાલ કર્યા, અને યહોવાએ તેઓને તેઓની ચારે તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે, જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહિ.

15 યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું, ને યહોવાએ તેઓની આગળ પ્રતિ લીધી હતી તે પ્રમાણે, જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને માટે યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો; અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા.

16 પછી યહોવાએ ન્યાયાધીશોને ઊભા કર્યા કે, જેઓએ તેઓને પાયમાલ કર્યા કે, જેઓએ તેઓને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવ્યા.

17 તોપણ તેઓએ પોતાના ન્યાયાધીશોનું સાંભળ્યું નહિ, કેમ કે તેઓએ અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેમને વંદન કર્યુ. તેઓના પિતૃઓ યહોવાની આ ઓ પાળીને જે માર્ગે ચાલતા હતા તેમાંથી તેઓ જલદી અવળે માર્ગે ફરી ગયા. તેઓની જેમ તેમણે કર્યું નહિ.

18 જ્યારે યહોવા તેઓને માટે ન્યાયાધીશો ઊભા કરતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશની સાથે રહેતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશના જીવતાં સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતા હતા, કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુ:ખ આપતા હતા તેઓના [જુલમને] લીધે તેઓ નિસાસા નાખતા તેને લીધે યહોવાને દયા આવતી.

19 પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ પાછા ફરી જતા, તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાનાં કામથી તથા દુરાગ્રહથી પાછા હઠતા નહિ.

20 તેથી ઇઝરાયલ પર યહોવાનો રોષ ચઢ્યો. અને તેમણે કહ્યું, “મેં જે કરાર આ પ્રજાના પિતૃઓની સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે, ને મારી વાણી પર લક્ષ આપ્યું નથી.

21 માટે, યહોશુઆએ મરતી વેળાએ જે દેશજાતિઓને રહેવા દીધી હતી, તેઓમાંની કોઈને હું પણ હવે પછી તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ,

22 જેથી જેમ તેઓના પિતૃઓ યહોવાએ બતાવેલા માર્ગે ચાલતા હતા, તેમ ઇઝરાયલ એ માર્ગે ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.”

23 તે માટે યહોવાએ તે દેશજાતિઓને ઉતાવળ કાઢી ન મૂકતાં રહેવા દીધી. તેમ જ યહોશુઆના હાથમાં યહોવાએ તેઓને સોંપી નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan