Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મિખાની મૂર્તિઓ

1 એફ્રાઈમના પહાડી પ્રદેશનો મિખા નામે એક પુરુષ હતો.

2 તેણે પોતાની માને કહ્યું, “જે અગિયારસો રૂપિયા તારી પાસેથી ચોરી લેવામાં આવ્યા. હતા, ને જેને લીધે તેં શાપ આપ્યો હતો, ને વળી મને પણ કહી સંભળાવ્યું હતું, તે રૂપિયા મારી પાસે છે. તે મેં લીધા હતા.” તેની માએ કહ્યું, “મારા દીકરા પર યહોવાનો આશીર્વાદ આવો.”

3 જ્યારે તેણે તે અગિયારસો રૂપિયા પોતાની માને પાછા આપ્યા, ત્યારે તેની માએ કહ્યું, “એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવવાને મેં મારા હાથથી મારા દીકરાની ખાતર તે રૂપિયા યહોવાને અર્પણ કર્યા હતા; માટે હવે હું તને તે પાછા આપીશ.”

4 જ્યારે તેણે પોતાની માને તે રૂપિયા પાછા આપ્યા, ત્યારે તેની માએ બસો રૂપિયા લઈને સોનીને આપ્યા. તેણે તેની એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવી. અને તે મિખાના ઘરમાં રહી.

5 મિખાને ત્યાં એક દેવસ્થાન હતું, તેણે એફોદ તથા તરાફીમ બનાવ્યાં, ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો પુરોહિત બનાવ્યો.

6 તે વખતે ઇઝરાયલમાં રાજા નહોતો. પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો.

7 યહૂદિયાના બેથલેહેમનો યહૂદાના કુટુંબનો એક જુવાન પુરુષ હતો, તે લેવી, હતો, તે ત્યાં આવી વસેલો હતો.

8 તે માણસ જ્યાં [જગા] મળે ત્યાં વસવા માટે તે નગરમાંથી એટલે બેથલેહેમ-યહૂદીયામાંથી ચાલી નીકળ્યો; અને મુસાફરી કરતો કરતો તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવી પહોંચ્યો.

9 મિખાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે?” તેણે તેને કહ્યું, “હું યહૂદિયા-બેથલેહેમનો એક લેવી છું, ને જ્યાં કહીં મને [જગા] મળે ત્યાં રહેવા માટે હું જાઉં છું.”

10 મિખાએ તેને કહ્યું, “મારી સાથે રહે, ને મારો પિતા તથા પુરોહિત થા; હું તને વર્ષે દશ રૂપિયા, એક જોડ લૂગડાં તથા ખાવાનું આપીશ.” તેથી તે લેવી તેને ત્યાં રહ્યો.

11 તે લેવી તે માણસ સાથે રહેવાને રાજી હતો; અને તે જુવાનને તે પોતાના પુત્ર સમાન ગણતો હતો.

12 મિખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી, ને તે જુવાન તેનો પુરોહિત થઈને મિખાના ઘરમાં રહ્યો.

13 ત્યારે મિખાએ કહ્યું, “હવે હું જાણું છું કે એક લેવી મારો પુરોહિત છે, એ જોઈને યહોવા મારું કલ્યાણ કરશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan