Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સામસૂનનો જન્મ

1 ઇઝરાયલી લોકોએ ફરી યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું; અને ચાળીસ વર્ષ સુધી યહોવાએ તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દીધા.

2 દાનના કુટુંબનો સોરાનો રહેવાસી માનોઆ નામે એક માણસ હતો. તેની પત્ની નિ:સંતાન હતી, તેને પેટે સંતાન થતાં નહોતાં.

3 યહોવાના દૂતે તે સ્‍ત્રીને દર્શન આપીને કહ્યું, “હવે જો, તું નિ:સંતાન છે તને સંતાન થતાં નથી; પણ હવે તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે.

4 માટે હવે કૃપા કરીને સાવધ રહેજે, દ્રાક્ષાશ્રવ કે દારૂ પીશ નહિ, ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહિ;

5 કેમ કે જો તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે. અસ્‍ત્રો તેના માથા પર કદી ન ફરે; કેમ કે તે છોકરો ગર્ભાધાનથી ઈશ્વરને માટે નાઝારી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે.”

6 પછી તે સ્‍ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, ને તેનું મુખ ઈશ્વરના દૂતના મુખ જેવું, ઘણું ભયંકર હતું. અને તે ક્યાંથી આવ્યો એ મેં તેને પૂછ્યું નહિ, ને તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ;

7 પણ તેણે મને કહ્યું, ‘જો તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે. હવે તું દ્રાક્ષાશ્રવ કે દારૂ પીશ નહિ, ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહિ; કેમ કે તે છોકરો ગર્ભાધાનથી મરણ પર્યંત ઈશ્વરને માટે નાઝારી થશે.’”

8 ત્યારે માનોઆએ યહોવાને વિનંતી કરતાં કહ્યું, “હે પ્રભુ, કૃપા કરીને ઈશ્વરના જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજો કે, જે છોકરો જનમશે તેના વિષે અમારે શું કરવું તે તે અમને શીખવે.”

9 અને ઈશ્વરે માનોઆની વિનંતી સાંભળી. અને તે સ્‍ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની સાથે ન હતો.

10 આથી તે સ્‍ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાન પતિને ખબર આપતાં તેને કહ્યું, “જો, જે માણસ તે દિવસે મારી પાસે આવ્યો હતો, તેણે [પાછું] મને દર્શન દીધું છે.”

11 ત્યારે માનોઆ ઊઠીને પોતાની પત્નીની પાછળ ગયો, અને તે માણસની પાસે આવીને તેને પૂછ્યુમ, “જે માણસે આ સ્‍ત્રીની સાથે વાત કરી હતી તે તું જ છે?” તેણે કહ્યું, “હું [એ જ] છું.”

12 ત્યારે માનોઆએ કહ્યું, “હવે તારાં વચન ફળીભૂત થાઓ. તે છોકરો કેવો નીવડશે, ને તે શું શું કામ કરશે?”

13 યહોવાના દૂતે માનોઆને કહ્યું, “મેં આ સ્‍ત્રીને જે જે કહ્યું છે તે તે વિષે તેણે સાવધ રહેવું.

14 દ્રાક્ષાનું બનેલું કંઈ પણ તે ન ખાય, ને દ્રાક્ષાશ્રવ કે દારૂ ન પીએ, ને કંઈ પણ અશુદ્ધ વસ્તુ ખાય નહિ, મેં જે જે આ તેને આપી છે તે સર્વ તે પાળે.”

15 ત્યારે માનોઆએ યહોવાના દૂતને કહ્યું, “કૃપા કરીને એક બકરીનું બચ્ચું તારે માટે અમે રાંધીએ ત્યાં સુધી તું અમારી ખાતર થોભ.”

16 યહોવાના દૂતે માનોઆને કહ્યું, “તું મને રોકી રાખીશ, તોપણ હું તારી રોટલી ખાઈશ નહિ. અને જો તું દહનીયાર્પણ તૈયાર કરે, તો તે તારે યહોવાને ચઢાવવું જોઈએ.” કેમ કે માનોઆ જાણતો નહોતો કે તે યહોવાનો દૂત છે.

17 અને માનોઆએ યહોવાના દૂતને પૂછ્યું “તારું નામ શું છે કે, તારાં વચન ફળીભૂત થાય ત્યારે અમે તારું સન્માન કરીએ?”

18 યહોવાના દૂતે તેને કહ્યું, “મારું નામ તું કેમ પૂછે છે, કેમ કે તે અદભૂત છે? ”

19 ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર યહોવાને ચઢાવ્યું; અએન [દૂતે] અદભૂત કૃત્ય કર્યું. અને માનોઆ તથા તેની પત્ની જોતાં હતાં.

20 કેમ કે અગ્નિની જવાળા વેદી પરથીઇ આકાશમાં ચઢી, ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જવાળમાં થઈ ઉપર ચઢી ગયો. અને માનોઆ તથા તેની પત્ની જોઈ રહ્યાં; અને તેઓ ભૂમિ પર ઊંધા પડ્યાં.

21 પણ યહોવાના દૂતે માનોઆને કે તેની પત્નીને ફરી દર્શન દીધું નહિ. ત્યારે માનોઆએ જાણ્યું કે તે તો યહોવાનો દૂત હતો.

22 પછી માનોઆએ પોતાની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે તેથી આપણે નિશ્વય મરી જઈશું.”

23 પણ તેની પત્નીએ તેને કહ્યું, “જો યહોવા આપણને મારી નાખવા ચાહતા હોત તો આપણા હાથથી દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ન લેત, ને આપણને આ બધું ન બતાવત, તેમ જ આ વખતે આના જેવી વાતો આપણને ન કહેત.”

24 પછી તે સ્‍ત્રીને દીકરો જન્મ્યો, ને તેણે તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો, ને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો.

25 અને સોરા તથા એશ્તાઓલની વચ્ચે માહનેહ-દાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan