Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર મોઆબનો વિનાશ કરશે

1 મોઆબ વિષે ઈશ્વરવાણી; “રાત્રે આર-મોઆબ ઉજજડ થયું, નષ્ટ થયું છે! એક રાતમાં કીર-મોઆબ ઉજજડ થયું છે, નષ્ટ થયું છે!

2 તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.

3 તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓનાં ધાબાં પર તથા તેઓનાં બજારોમાં તેઓ સર્વ પોક મૂકીને ખૂબ રહે છે.

4 વળી હેશ્બોન તથા એલઆલે પોકેપોક રડે છે; યાહાસ સુધી તેમનો સાદ સંભળાય છે. તે માટે મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ પાડે છે; તેથી તેનું હ્રદય ક્ષોભ પામે છે.

5 મારું હ્રદય મોઆબને માટે રુદન કરે છે; તેમાણથી નાઠેલા સોઆર સુધી, એગ્લાથ-શલીશિયા સુધી [દોડે છે]. લૂહીથના ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.

6 નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે; ઘાસ સુકાઈ ગયું છે, તૃણ સમાપ્ત થયું છે, કંઈ પણ લીલોતરી નથી.

7 તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે, ને જે રાખી મૂકેલું છે, તે તેઓ વેલાવાળા નાળાને પાર લઈ જશે.

8 કેમ કે મોઆબની સીમની આસપાસ પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ સુધી, ને બેર-એલીમ સુધી તેનો વિલાપ પહોંચ્યો છે.

9 દિબોનના પાણી રક્તથી ભરપૂર છે; હું દિબોન પર વધારે આપત્તિ લાવીશ, મોઆબના બચેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ [લાવીશ].

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan