Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રજાનો પોકળ પશ્ચાતાપ

1 [તેઓ કહેશે કે,] ‘ચાલો, આપણે યહોવાની પાસે પાછા જઈએ, ’કેમ કે તેમણે ચીરી નાખ્યા છે, ને તે જ આપણને સાજા કરશે; તેમણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે.

2 બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.

3 આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.

4 હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.

5 એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે; મારા મુખનાં વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે! અને મારા ન્યાયચૂકાદા પ્રગટતા અજવાળારૂપ છે.

6 કેમ કે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.

7 પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે.

8 ગિલ્યાદ અન્યાય કરનારાઓનું નગર છે તેને રક્તના ડાઘ લાગ્યા છે.

9 જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને [છુપાઈ] રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.

10 ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર [માલૂમ પડ્યો] છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.

11 વળી, હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારે માટે કાપણી ઠરાવેલી છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan