Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બેવફા પત્ની સામે પતિનો પ્રેમ

1 યહોવાએ મને કહ્યું, “ફરીથી જા, ને જો કે ઇઝરાયલ પ્રજા અન્ય દેવો તરફ ફરી જાય છે, ને સૂકી દ્રાક્ષાની ભાખરીઓના શોખીલા થાય છે, તે છતાં યહોવા તેમના પર પ્રેમ રાખે છે તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ કર.”

2 તે માટે પંદર રૂપાના કકડા, ને દોઢ હોમેર જવ આપીને મેં પોતાને માટે તેને વેચાતી લીધી.

3 મેં તેને કહ્યું, “તું મારી સાથે ઘણી મુદત સુધી રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, ને તું બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ; હું પણ તારી સાથે એમ જ વર્તીશ.”

4 કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;

5 પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan