Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


માણસ જાતની દુષ્ટાઈ

1 અને ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ. ત્યારે એમ થયું કે,

2 ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.

3 અને યહોવાએ કહ્યું, “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમ કે તે માંસનું છે; તો પણ તેઓના દિવસો એક સો વીસ વર્ષ થશે.”

4 તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને ઈશ્વરના દિકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.

5 અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.

6 અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્‍ન કર્યું, તેનો યહોવાને પશ્વાત્તાપ થયો, ને હ્રદયમાં તે ખેદિત થયા.

7 અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.”

8 પણ નૂહ યહોવાની દષ્ટિમાં કૃપા પામ્યો.


નૂહ

9 નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નૂહ ઈશ્વરની સાથે ચાલતો.

10 અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ એ ત્રણ દિકરા થયા.

11 પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી.

12 અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.

13 અને ઈશ્વરે નૂહને કહ્યું, “મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે. કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ.

14 તું પોતાને માટે દેવદારના લાકડાનું વહાણ બનાવ. તે વહાણમાં ઓરડીઓ કરીને વહાણને અંદર તથા બહાર ડામર લગાડ.

15 અને આ પ્રમાણે તું તેને બનાવ:એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, ને તેની પહોળાઈ પચા હાથ, ને તેની ઊંચાઈ ત્રીસ હાથ.

16 વહાણમાં તું બારી કર, ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર. અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક. અને વહાણનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવાં ત્રણ મજલા તું કર.

17 અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.

18 પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ; અને તું વહાણમાં આવ. તું, તથા તારી સાથે તારા દિકરા, તથા તારી પત્ની, તથા તારા દિકરાઓની પત્નીઓ.

19 અને સર્વ જાતનાં જાનવરોમાંથી બબ્બે તારી સાથે બચાવવાને માટે તું વહાણમાં લાવ; તેઓ નરનારી હોય.

20 પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારાં પ્રાણીઓમાંથી સર્વ જાતનાં બબ્બે, જીવ બચાવવા માટે તારી પાસે આવે.

21 અને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઈ તારી પાસે એકઠું કરી રાખ; એટલે તારે માટે તથા તેઓને માટે તે ખોરાક થશે.”

22 નૂહે એમ જ કર્યું. ઈશ્વરે તેને જે સર્વ આ આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan