Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મંદિરનું ફરી ચાલુ થયેલું બાંધકામ

1 હવે યહૂદિયા તથા યરુશાલેમમાં જે યહૂદીઓ હતા, તેઓને પ્રબોધકો હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇઝરાયલના ઈશ્વરને નામે પ્રબોધ કર્યો,

2 ત્યારે શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકનો પુત્ર યેશૂઆ યરુશાલેમમાં ઈશ્વરનું જે મંદિર છે તે બાંધવા લાગ્યા. તેઓની સાથે ઈશ્વરના પ્રબોધકો તેમની સહાયમાં હતા.

3 તે જ સમયે નદી પારનો સૂબો તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સંગાથીઓએ તેમની પાસે આવીને એમ કહ્યું, “ આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે આજ્ઞા આપી?”

4 તેનણે એ પણ કહ્યું, “આ ઇમારત કોણ બાંધે છે, તેઓનાં નામ આપો.”

5 પણ યહૂદીઓના વડીલો પર તેઓના ઈશ્વરની કૃપાર્દષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી પત્રદ્વારે જવાબ ન મળે ત્યાં સુધી તેઓએ તેમને અટકાવ્યા નહિ.

6 નદી પારનો સૂબો તાત્તનાય, શથાર-બોઝનાય, તથા તેના સંગાથી અફાર્સાખાયેઓ, જેઓ નદી પાર રહેતા હતા, તેઓએ જે પત્ર દાર્યાવેશ રાજા પર મોકલ્યો.

7 તેમાં આ પ્રમાણે લખેલું હતું:“દર્યાવેશ રાજાને ક્ષેમકુશળતા હોજો.

8 આપને વિદિત થાય કે, અમે યહૂદિયાના પ્રાંતમાં મહાન ઈશ્વરના મંદિરમાં ગયા હતા, તે મોટા પથ્થરોથી બાંધેલું છે ને ભીંતોમાં લક્કડ વાપરેલું છે, અને એ કામ તેઓ ખંતથી કરે છે, ને તે તેઓને હાથે આબાદ થતું જાય છે.

9 તે પ્રસંગે અમે તે વડીલોને પૂછ્યું, ‘આ મંદિર બાંધવાને તથા આ કોટ પૂરો કરવાને તમને કોણે હુકમ આપ્યો?’

10 વળી આપને નિવેદન કરવા માટે અમે તેઓનાં નામ પૂછ્યા કે, તેઓના આગેવાનોનાં નામ અમે આપને લખી શકીએ.

11 તેઓએ અમને ઉત્તર આપ્યો, ‘અમે આકાશ તથા પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ; જે મંદિર આજથી ઘણા વર્ષો ઉપર ઇઝરાયલના એક મહાન રાજાએ બાંધીને પૂરું કર્યું હતું, તે જ અમે ફરીથી બાંધીએ છીએ.

12 પણ અમારા પિતૃઓએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યાથી તેમણે બાબિલના રાજા કાસ્દી નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યા; તે આ મંદિરનો નાશ કરીને લોકોને બાબિલ લઈ ગયો. P

13 બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં ઈશ્વરનું એ મંદિર બાંધવાનો અમને હુકમ કર્યો.

14 વળી ઈશ્વરના મંદિરનાં સોનારૂપાનાં પાત્રો નબૂખાદનેસ્સાર યરુશાલેમનાં મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લાવ્યો હતો, તે બધાં કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી ઉઠાવીને શેશ્બાસાર સૂબાને સોંપ્યાં.

15 અને કોરેશે તેને ફરામાવ્યું કે, આ પાત્રોને યરુશાલેમનાં મંદિરમાં પાછા મૂક; અને ઈશ્વરનું મંદિર તેની અસલ જગાએ બંધાવ.

16 તે જ શેશ્બાસારે યરુશાલેમ આવીને ઈશ્વરના એ મંદિરનો પાયો નાખ્યો. અને ત્યારથી તેનું બાંધકામ ચાલું છે, તે હજી પૂરું થયું નથી.’

17 તો હવે, જો આપની ર્દષ્ટિમાં ઠીક લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, એની શોધ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો, અને તે બાબત આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan