હઝકિયેલ 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દ્રાક્ષાવેલાનું રૂપક 1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 2 “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ [એટલે] વનનાં વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી [બીજા] કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે? 3 શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ લટકાવવાને માટે તેની ખીંટી બનાવી શકે? 4 જો, તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે. અગ્નિએ તેના બન્ને છેડા ભસ્મ કર્યા છે, ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને માટે ઉપયોગી છે શું? 5 જ્યારે તે આખું હતું ત્યારે પણ તે કોઈપણ ચીજ બનાવવાને માટે લાયક નહોતું; તો જ્યારે અગ્નિએ તેને ભસ્મ કર્યું છે ને તે બળી ગયું છે, ત્યારે તે કોઈ પણ કામને માટે તદ્ન નિરુપયોગી છે. 6 એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને [અગ્નિને] હવાલે કરીશ. 7 હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 8 તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India