નિર્ગમન 31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહોવાની હાજરીના મંડપ (મુલાકાતમંડપ) માટે કારીગરો 1 અને યહોવાએ મૂસાને કહ્યું, 2 “જુઓ, યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે. 3 અને બુદ્ધિ તથા સમજણ તથા ન તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. 4 એ માટે કે તે હોશિયારીથી નમૂનો તૈયાર કરેમ, ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં, 5 તથા જડાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં, તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે. 6 અને જુઓ, મેં દાનના કુળના અહીસામાખન દીકરા આહોલીઆબને તેની સાથે ઠરાવ્યો છે. અને જે બુદ્ધિમાન છે તે સર્વનાં હ્રદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે; 7 એટલે મુલાકાતમંડપ, તથા કરારકોશ, તથા તે પરનું દયાસન, તથા મંડપનો સરસામાન; 8 તથા મેજ ને તે પરની સામગ્રી તથા તેની સામગ્રી સહિત શુદ્ધ દીપવૃક્ષ, તથા ધૂપવેદી; 9 તથા તેની સર્વ સામગ્રી સહિત યજ્ઞવેદી, તથા હોજ ને તેનું તળિયું, 10 તથા ઝીણાં વણેલાં લૂંગડાં, તથા યાજકપદ બજાવવાને માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્ત્ર, તથા તેના દીકરાઓનાં વસ્ત્રો, 11 તથા અભિષેકનું તેલ, તથા પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ:તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓ કરે.” સાબ્બાથ એટલે વિશ્રામનો દિવસ 12 અને યહોવાએ મૂસાને કહ્યું, 13 “વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે જરૂર મારા વિશ્રામવારો પાળો; કેમ કે તમારી પેઢી દરપેઢી મારી ને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું. 14 માટે તમે વિશ્રામવાર પાળો; કેમ કે તે તમારે માટે પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય; કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે, તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય. 15 છ દિવસ સુધી કામ કરવામાં આવે. પણ સાતમે દિવસે યહોવાને માટે પવિત્ર એવો વિશ્રામનો સાબ્બાથ છે; જે કોઈ વિશ્રામવારે કંઈ પણ કામ કરે, તે જરૂર મારી નંખાય. 16 માટે સદાના કરાર તરીકે પેઢી દરપેઢી વિશ્રામ લેવાને માટે ઇઝરાયલી લોકો વિશ્રામવાર પાળે. 17 તે હમેશને માટે મારી તથા ઇઝરાયલી લોકોની વચ્ચે ચિહ્નરૂપ છે; કેમ કે યહોવાએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વી બનાવ્યાં, ને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.” 18 અને યહોવાએ સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India