Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ડાહ્યો જન શું કરે છે

1 તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને [પાછું] મળશે.

2 સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.

3 જો વાદળાં વરસાદથી ભરેલાં હોય, તો તેઓ પૃથ્વી પર ઠલવાઈ જાય છે; જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કકે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં જ રહેશે.

4 જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.

5 વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે [વધે છે] તે જેમ તું નથી જાણતો, તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી.

6 સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.

7 ખરેખર અજવાળું રમણીય છે, ને સૂર્ય જોવો એ આંખને ખુશકારક લાગે છે.

8 જો માણસ ઘણાં વર્ષ જીવે, તો તે બધાં [વર્ષો] માં તેણે આનંદ કરવો; પણ તેણે અંધકારના દિવસ યાદ રાખવા, કેમ કે તેઓ ઘણા હશે. જે બધું બને છે તે વ્યર્થતા જ છે.


યુવાનને ઉપદેશ

9 હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હ્રદય તને ખુશ રાખે. તારા હ્રદયના માર્ગોમાં તથા તારી આંખોની દષ્ટિ પ્રમાણે તું ચાલ; પણ તારે નકકી જાણવું કે, આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.

10 માટે તારા અંત:કરણમાંથી ખેદ દૂર કર, ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ; કેમ કે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યર્થતા છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan