પુનર્નિયમ 34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ, 2 તથા આખો નફતાલી, તથા એફ્રાઈમ તથા મનાશ્શાનો દેશ, પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદા દેશ, 3 તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણની સપાટી, સોઆર સુધી, દેખાડ્યાં. 4 અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે આ છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.” 5 અને ત્યાં મોઆબ દેશમાં, યહોવાના વચન પ્રમાણે, યહોવાનો સેવક મૂસા મરી ગયો. 6 અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી. 7 અને મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો ને વીસ વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી, ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું. 8 અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા, 9 અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું. 10 અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી: 11 એટલે મિસર દેશમાં, ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર, તથા તેના આખા દેશ પર, જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં; 12 તથા સર્વ મહાન કામમાં, તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇઝરાયલના જોતાં કર્યા, તેમાં [તેના જેવો કોઈ ઊઠ્યો નથી.] |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India