૨ શમુએલ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાઉદનો લશ્કરી વિજય ( ૧ કાળ. ૧૮:૧-૧૭ ) 1 ત્યાર પછી એમ થયું કે, દાઉદે પલિસ્તીઓને મારીને વંશ કર્યા; અને દાઉદે મેથેગ-આમ્મા પલિસ્તીઓના હાથમાંથી પડાવી લીધું. 2 તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા. 3 વળી રાહોબનો દીકરો તથા સોબાનો રાજા હદાદેઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે જતો હતો, ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો. 4 અને દાઉદે તેની પાસેથી એક હજાર [રથો] ને સાતસો સવારો તથા વીસ હજાર પાયદળ લઈ લીધાં. અને દાઉદે રથના સર્વ ઘોડાના પાછલા પગની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથને માટે [જોઈતા ઘોડા] જીવતા રાખ્યા. 5 દમસ્કના અરામીઓ સોબાના રાજા હદાદેઝેરની મદદે આવ્યા, ત્યારે દાઉદે તે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા. 6 પછી દમસ્કસના અરામમાં દાઉદે થાણાં બેસાડ્યાં. અને અરામીઓ દાઉદના તાબેદાર થયા, ને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. 7 હદાદેઝેરના ચાકરોએ સજેલી સોનાની ઢાલો લઈને દાઉદ તે યરુશાલેમમાં લાવ્યો. 8 અને હાદાદેઝેરનાં બેતા તથા બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ પિત્તળ લીધું. 9 હમાથના રાજા ટોઈને ખબર પડી કે દાઉદે હદાદેઝેરના બધા સૈન્યનો પરાજ્ય કર્યો છે, 10 ત્યારે દાઉદ રાજાએ હદાદેઝેરની સાથે લડીને તેને હરાવ્યો હતો તેને લીધે તેને મુબારકબાદી તથા ધન્યવાદ આપવા માટે ટોઈએ પોતાના દીકરા યોરામને તેની પાસે મોકલ્યો; કેમ કે હદાદેઝેરને ટોઈની સાથે વિગ્રહ ચાલતો હતો. [યોરામ] પોતાની સાથે રૂપાનાં પાત્રો, સોનાનાં પાત્રો તથા પિત્તળનાં પાત્રો લઈને આવ્યો હતો. 11 એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા, અને તે રાજાએ યહોવાને અર્પણ કર્યાં, અને તે સાથે સાથે જે જે પ્રજાઓને તેણે તાબે કરી હતી તે સર્વનું, એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા, અને તે રાજાએ યહોવાને અર્પણ કર્યાં, અને તે સાથે સાથે જે જે પ્રજાઓને તેણે તાબે કરી હતી તે સર્વનું, 12 એટલે અરામનું, મોઆબનું, આમ્મોન-પુત્રોનું, પલિસ્તીઓનું અમાલેકનું તથા સોબાના રાજા રાહોબના દિકરા હદાદેઝેરની લૂટનું રૂપું તથા સોનું પણ તેણે અર્પણ કર્યું. 13 દાઉદ મીઠાના નીચાણમાં અઢાર હજાર અરામીઓને મારીને પાછો આવ્યો, ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું. 14 તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં. આખા અદોમમાં તેણે થાણાં બેસાડ્યાં, ને સર્વ અદોમીઓ દાઉદના તાબેદાર થયા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યામ યહોવાએ તેને ફતેહ પમાડી. 15 દાઉદનું રાજ્ય સર્વ ઇઝરાયલ પર હતું. અને દાઉદ [પોતે] પોતાના સર્વ લોકોના ફેંસલા ચૂકવતો તથા ન્યાય કરતો હતો. 16 સરુયાનો દિકરો યોઆબ સેનાપતિ હતો; અને અહિલુદનો દિકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. 17 અહિટૂબનો દિકરો સાદોક તથા અબ્યાથારનો દિકરો સાદોક તથા અબ્યાથારનો દિકરો અહીમેલેખ યાજક હતા; સરુયા ચિટનીસ હતો; 18 અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India