Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 યોહાન 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકો પ્રતિ લખનાર વડીલ:

2 જે સત્ય આપણામાં રહે છે, અને સર્વકાળ રહેવાનું છે તે [સત્ય] ની ખાતર હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું; અને એકલો હું જ નહિ, પણ જેઓ સત્યને જાણે છે તેઓ બધા પણ રાખે છે.

3 ઈશ્વર પિતાથી તથા પિતાના પુત્ર ઈસુ ખ્રિસ્તથી આપણી સાથે કૃપા, દયા તથા શાંતિ સત્યમાં તથા પ્રેમમાં રહેશે.


સત્ય અને પ્રેમ

4 જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતાં તારાં કેટલાંક બાળકોને મેં જોયાં છે, તેથી મને ઘણો આનંદ થાય છે.

5 હવે, બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.

6 આપણે તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે. જેમ તમે આરંભથી સાંભળ્‍યું તેમ તમે પ્રેમમાં ચાલો એ જ આજ્ઞા છે.

7 કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે. તેઓ ઈસુ ખ્રિસ્તનું [મનુષ્ય] દેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી છે.

8 તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો.

9 જે કોઈ હદબહાર જાય છે, અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; બોધને જે વળગી રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે.

10 જો કોઈ તમારી પાસે આવે, અને એ જ બોધ લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો.

11 કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્કર્મોનો ભાગીદાર થાય છે.


અંતિમ વચનો

12 મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ શાહીથી કાગળ પર લખવાની મારી ઇચ્છા નથી. પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોઢામોઢ વાત કરવાની હું આશા રાખું છું.

13 તારી પસંદ કરેલી બહેનનાં બાળકો તને ક્ષેમકુશળ કહે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan